actress rekha revel story I killed myself and made heroin
  • Home
  • Entertainment
  • Bollywood
  • ….જ્યારે બોલિવૂડની સુપરસ્ટાર રેખાએ કર્યો મોટો ધડાકો, મને તો મારી મારીને હીરોઈન બનાવી

….જ્યારે બોલિવૂડની સુપરસ્ટાર રેખાએ કર્યો મોટો ધડાકો, મને તો મારી મારીને હીરોઈન બનાવી

 | 3:33 pm IST

બોલિવૂડની સુપરસ્ટાર રેખાની એક્ટિંગ એટલી શાનદાર છે કે જેટલા વખાણ કરીએ એટલા ઓછા પડે એમ છે. હિન્દી સિનેમાં અભિનેત્રીના મોટા યોગદાનને ક્યારેય નહીં ભૂલે. પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે કે રેખા ક્યારેય હીરોઈન બનવા જ નહોંતી માગતી. તેને અભિનેત્રી બનાવાનો જરાય શોખ જ ન હતો.

એક ઈન્ટરવ્યૂમાં રેખાએ જણાવ્યું કે તેને મારી મારીને એક્ટિંગ શીખવવામાં આવી હતી. વર્ષો પહેલા એક ઈન્ટરવ્યૂમાં રેખાએ કહ્યું હતું કે, મારી સાથે તો એવું થયું કે હું રાતોરાત સ્ટાર બની ગઈ. તો મારા માટે એ થોડું સહેલું હતું. વર્ષો બાદ મને એવું લાગ્યું કે માત્ર સ્ટાર બનવું જ બધું નથી. આર્ટિસ્ટ બનવું જોઈએ.

રેખાએ જણાવ્યું કે હું ક્યારેય નહોતી ઈચ્છતી કે હું હીરોઈન બનું. મારી માતાએ મને ઘણી પ્રોત્સાહિત કરી. મને મારી મારીને અભિનેત્રી બનાવવામાં આવી. એટલું કહીને તે હસવા લાગી. આગળ વાત કરી કે, મારી ફેમિલીમાં બધા પહેલાથી જ ડાન્સ કરે છે. મારી માતા-બહેનો બધા. હા એટલું જરૂર છે કે માતાએ મને ધરાર ડાન્સિંગ સ્કુલ મોકલી હતી. પરંતુ મે ક્યારેય સરખું ધ્યાન દઈને શીખ્યું નહોતું.

રેખા આજે 65 વર્ષની ઉમરે પણ કોઈ મોડેલથી કમ નથી. તેની ખુબસુરતીનું રાજ ખોલવા માટે હાલમાં જ રેખાએ પોતાનો ડાઈટ પ્લાન વાયરલ કર્યો છે. એક રિપોર્ટ પ્રમાણે રેખા ઝંક ફૂડથી દુર રહે છે અને દિવસમાં 10થી 12 ગ્લાસ પાણી પીવે છે. તેલ અને મસાલો ઓછો હોય એવી જ સબ્જી ખાય છે.

આ વીડિયો પણ જુઓ: 150 દલિતો દ્ગારા બૌદ્ધ ધર્મ અંગીકા કર્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન