Actress Richa Chadda give Advice to Congress on Priyanka Chaturvedi Resigns
  • Home
  • Entertainment
  • Bollywood
  • પ્રિયંકા ચતુર્વેદીએ આપ્યું રાજીનામું તો આ બોલિવૂડ અભિનેત્રીએ કોંગ્રેસને આપી દીધી સલાહ

પ્રિયંકા ચતુર્વેદીએ આપ્યું રાજીનામું તો આ બોલિવૂડ અભિનેત્રીએ કોંગ્રેસને આપી દીધી સલાહ

 | 5:57 pm IST

કોંગ્રેસની બેબાક પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ પાર્ટીથી રાજીનામું આપ્યું છે. ત્યારે હવે આ વિશે સોશિયલ મીડિયા પર જોરદાર રિએક્શન જોવા મળી રહ્યું છે. બોલિવૂડના કેટલાક સ્ટાર્સ પ્રિયંકા ચતુર્વેદીના સમર્થનમાં આવ્યા છે. જેમાં એક નામ છે બોલિવૂડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢાનું જેને આ વિશે સોશિયલ સાઇટ ટ્વિટર પર ટ્વિટ કરી કોંગ્રેસને સલાહ આપી છે.

રિચા ચઢ્ઢાએ ટ્વિટ કરી લખ્યું કે, કોંગ્રેસે જાતીય સમાનતાને લઈ પોતાના વાયદાઓને પૂર્ણ કરવા જોઈએ. જો તમે એવા લોકોને પાર્ટીમાં પરત સામેલ કરો છો તો તમે તમારી વાતથી ફરી રહ્યો છો.’ તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચતુર્વેદીએ બુધવારે તેના આધિકારિક ટ્વિટર એકાઉન્ટથી ટ્વિટ કરી પોતાની જ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલ ગેરવર્તન સામે નિરાશા જાહેર કરી હતી. રિચા ચઢ્ઢાએ તેના આ ટ્વિટમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીને ટેગ કર્યા હતા અને આ વિશે જવાબ માંગ્યો હતો.

પ્રિયંકા ચતુર્વેદી કેમ છે નારાજ?

તેમને જણાવી દઈએ કે પ્રિયંકા ચતુર્વેદીએ મથુરામાં રાફેલ ડીલને લઈને એક પત્રકાર પરિષદને સંબોધી હતી. જ્યાં કેટલાક કોંગ્રેસ કાર્યકર્તાઓએ તેમની સાથે અભદ્ર અને અમર્યાદિત વ્યવહાર કર્યો હતો. આ મામલે પ્રિયંકાએ કોંગ્રેસ હાઈકમાન્ડને ફરિયાદ કરી હતી. કોંગ્રેસે શિક્ષાત્મક પગલા લેતા આ કાર્યકર્તાઓને પક્ષમાંથી હાંકી કાઢ્યા હતાં. જોકે થોડા સમય બાદ જ તેમને ફરીથી પક્ષમાં પાછા સમાવી લેવામાં આવ્યા હતાં. જેને લઈને પ્રિયંકાએ નિરાશા વ્યક્ત કરી હતી અને પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું.

પ્રિયંકાએ લખ્યું કે,‘ઘણા દુખની વાત છે કે સાચા મનથી મહેનત કરનારની સરખામણીએ પાર્ટી મારપીટ કરનારા બદમાશોને વધુ મહત્વ આપે છે. પાર્ટી માટે મે અભદ્ર ભાષાથી લઈ મારપીટ સહન કરી પરંતુ તેમ છતા જે લોકોએ મને પાર્ટીની અંદર ધમકાવી તેમની વિરુદ્ધ કોઈ કડક પગલા લેવામાં આવ્યા નથી. આ ઘણું દુર્ભાગ્યપૂર્ણ છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન