actress rubina dilaik shared her horrifi experience with bollywood director
  • Home
  • Entertainment
  • Bollywood
  • આ બોલ્ડ અભિનેત્રીએ કર્યો જોરદાર ધમાકો, મોટા ડાયરેક્ટરને લઇને કહી આ વાત

આ બોલ્ડ અભિનેત્રીએ કર્યો જોરદાર ધમાકો, મોટા ડાયરેક્ટરને લઇને કહી આ વાત

 | 3:41 pm IST

ટીવી (TV) કલાકારો માટે નાના પડદાથી મોટા પડદાની સફર આસાન નથી હોતી. રૂબીના દિલેક(Rubina Dilaik) કે જે બિગ બોસ-14નો પણ ભાગ છે. 6 વર્ષ પહેલાં ટીવી તરફથી આગળ આવીને તેણે બોલિવૂડ(Bollywood)માં કામની શરૂઆત કરી હતી. પરંતુ તેને ઘણા ખરાબ અનુભવો થયા હતા જેનો હાલમાં ખુલાસો કર્યો છે. હાલમાં જ રૂબીના(Rubina Dilaik)એ એક ઈન્ટરવ્યૂ આપ્યું હતું. ત્યારે તેણે ખુલાસો કર્યો હતો કે 6 વર્ષ પહેલાં જ્યારે તેણે બોલિવૂડ માટે કામ માગવા એક ડાયરેક્ટર પાસે ગઈ તો તેણે કહ્યું હતું કે હું તારા ચહેરા પર પાદવા માંગુ છું.

રૂબીના(Rubina Dilaik)એ વાત કરી કે 6 વર્ષ પહેલાં મે કામ માટે બોલિવૂડ(Bollywood)માં ઘણા લોકો સાથે વાત કરી હતી. પરંતુ મને કોઈ સારો અનુભવ નહોતો થયો. ટીવીના કલાકારોને ખરાબ રીતે જ જોવામાં આવે છે. તમને અલગ અલગ રીતે જજ કરવામાં આવે છે. કોઈ પ્રોજેક્ટનો ભાગ બનવા માટે સ્કીન ટેસ્ટ સૌથી અંતિમ વસ્તુ હોય છે. આ બધી વાતોએ મારા પર ખરાબ અસર છોડી અને મે વિચાર્યું કે આ બધું શું થઈ રહ્યું છે.

આગળ વાત કરી કે હું એ ડાયરેક્ટરનું નામ નહીં લઉં. તે મોટા ગજાના હતા. પરંતુ તેણે મને પૂછ્યું કે આ ફિલ્મ જોઈ છે. તો મે ના પાડી કે ના હું ત્યારે નાની હતી અને સ્કૂલમાં હતી. એક રૂઢિવાદી સમાજમાંથી આવું છું એટલે અમને એ ઉંમરમા આવી બધી છૂટ ન હતી. પછી તેણે કહ્યું કે ખરેખર તું જાણતી જ નથી કે મે શું શું કા કર્યું. મને તારા ચહેરા પર પાદવાનું મન થાય છે. આ સાંભળીને હું હેરાન રહી ગઈ. અને પછી ત્યાંથી ગમે તેમ કરીને ભાગી જવાનો પ્લાન કરતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન