actress Rupali Suri corona report positive said i am scared
  • Home
  • Featured
  • PHOTOS: ટીવીની આ હોટ અભિનેત્રીને આવ્યો કોરોના પોઝિટીવ, કહ્યું-મને રોગથી ડર લાગે છે

PHOTOS: ટીવીની આ હોટ અભિનેત્રીને આવ્યો કોરોના પોઝિટીવ, કહ્યું-મને રોગથી ડર લાગે છે

 | 5:49 pm IST

કોરોનાને લઈ એક સમાચાર આવી રહ્યા છે કે ટીવી એક્ટ્રેસ રૂપાલી સુરીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે. રૂપાલી સુરી ટીવી એક્ટ્રેસ નતાશા સુરીની બહેન છે, જે પોતે પણ કોરોનાથી પીડિત છે. નતાશા સુરીને કોરોનાનો ચેપ લાગ્યા બાદ તેની બહેન રૂપાલી સુરીએ ઇન્સ્ટાગ્રામ પર માહિતી આપી કે તેને પણ હવે કોરોનાનો ચેપ લાગ્યો છે.

શુક્રવારે રૂપાલીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર લખ્યું કે, મને કોરોના પોઝિટીવ આવ્યો છે. મને તાવ, બંધ નાક અને ગળું, સુગંધનો અભાવ જેવા લક્ષણો જોવા મળ્યા હતા, પરંતુ આ બધાની વચ્ચે પણ હું યોગ અને શ્વાસ લેવાની કસરતો કરતી રહી. હા એટલું વધારે નહોતી કરતી. પણ શરીરનો આ રોગ મન પર ભારે ક્યારેય નથી બની શકતો એટલા માટે મારી જાતને પોઝિટીવ રાખવાનું મે શરૂ જ રાખ્યું છે.

તેમણે આગળ લખ્યું, ‘આ એક ગંભીર રોગ છે. હું પણ ડરેલી છું, પરંતુ સકારાત્મક મન કોરોના પોઝિટીવને હરાવી શકે છે. રૂપાલી ડોકટરોના સતત સંપર્કમાં છે અને હાલમાં તે ઘરમાં જ આઈસોલેટ છે. તેણે કહ્યું, ‘મને આપેલી બધી દવાઓ હું લઈ રહી છું અને હું ઠીક છું.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન