actress sana khan belly dance on gali gali mein phirta hai
  • Home
  • Featured
  • સના ખાનનો હોટ અવતારમાં ખતરનાક બેલી ડાન્સ વાયરલ, જોઈને ફેન્સ શેર કરવાથી રોકી ન શક્યાં!

સના ખાનનો હોટ અવતારમાં ખતરનાક બેલી ડાન્સ વાયરલ, જોઈને ફેન્સ શેર કરવાથી રોકી ન શક્યાં!

 | 3:41 pm IST

બિગ બોસના કારણે પ્રખ્યાત થયેલી બોલિવૂડ અભિનેત્રી સના ખાન હવે ટોપની અભિનેત્રી બની ગઈ છે. આ દિવસોમાં તે સોશિયલ મીડિયા પર ભારે પ્રખ્યાત છે અને એક્ટિવ રહે છે. તે અવાર નવાર તેના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જે તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે તેની જોડીદાર સાથે ડાન્સ કરી રહી છે. સલમાન ખાનની કોસ્ટાર સના ખાન આ વીડિયોમાં ખાસ અંદાજમાં જોવા મળી રહી છે અને લોકો તેના આ બેલી ડાન્સના વખાણ કરતાં થાકતાં નથી.

સના ખાનનો આ વીડિયો ઈન્સ્ટા પર શેર કરવામાં આવ્યો છે. લાખો લોકો અત્યાર સુધીમાં આ વીડિયો જોઈ ચૂક્યા છે. મૌની રોયના ગીત પર સના ખાને બેલી ડાન્સ કર્યો છે. સના ખાનનો લૂક પણ આ વીડિયોમાં કંઈક હટકે છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર હવે સના ખાનનો આ ડાન્સ વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. તો જુઓ અહીં આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન