Actress Sara Ali Khan Spotted Outside Gym in Mumbai
  • Home
  • Featured
  • જીમ લુકમાં પણ સારા અલી ખાન દેખાય છે કમાલ, મેકઅપ વગર દેખાયો આવો અંદાજ

જીમ લુકમાં પણ સારા અલી ખાન દેખાય છે કમાલ, મેકઅપ વગર દેખાયો આવો અંદાજ

 | 10:50 am IST

ફિલ્મ કેદારનાથથી બોલિવૂડમાં ડેબ્યૂ કરનારી સારા અલી ખાન ખૂબજ ઓછા સમયમાં મોટી સ્ટાર બની ગઈ છે. સારા અલી ખાનની બે ફિલ્મ ‘કેદારનાથ’ અને ‘સિંબા’એ બોક્સ ઓફિસ પર જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. સારા તેની એક્ટિંગ અને લુકના કારણે તો જાણીતી છે જ પરંતુ તે ફિટનેસ માટે પણ સતત ચર્ચામાં રહે છે. જીમની બહાર તે ઘણી વખત પાપારાઝીની નજરે ચઢી જાય છે. 

તમને જણાવી દઈએ કે તાજેતરમાં સારા અલી ખાન ફરી એક વાર મુંબઈમાં જીમની બહાર સ્પોટ થઈ. સારાનો જીમ લુક પણ હંમેશા ઘણો કૂલ રહે છે. જ્યારે આ દરમિયાન તેને બ્લેક અને નિયોન શોર્ટ્સની સાથે વ્હાઇટ ક્રોપ ટોપ પહેર્યું હતું. સારાની ટોપ પર મોટા શબ્દોમાં ‘ટીમ ગર્લ્સ’ લખ્યું હતું. સારાએ શોર્ટ્સ સાથે બેલ્ટ પણ કેરી કર્યું હતું. સારાએ જીમ લુકને પિંક બેગ અને પ્રિંટેડ ફ્લિપ ફ્લોપ સ્લીપર્સ સાથે કંપ્લીટ કર્યું હતું. વર્કફ્રંટની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ મુજબ સારા અલી ખાન તેની આગામી ફિલ્મ ‘લવ આજકલ 2’માં કાર્તિક આર્યન સાથે નજરે આવશે. આ ફિલ્મને ઇમ્તિયાજ અલી ડાયરેક્ટ કરી રહ્યો છે. આ ફિલ્મ વર્ષ 2020માં વેલેન્ટાઇન્સ ડેના દિવસે રિલીઝ થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન