Actress Saumya Tandon Returned on Set after Maternity Break
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘ભાભીજી ઘર પર હૈ’ ફેમ સૌમ્યા ટંડનના ફેન્સ માટે સારા સમાચાર, Video પોસ્ટ કરી આપ્યો સંદેશ

‘ભાભીજી ઘર પર હૈ’ ફેમ સૌમ્યા ટંડનના ફેન્સ માટે સારા સમાચાર, Video પોસ્ટ કરી આપ્યો સંદેશ

 | 3:48 pm IST

‘ભાભીજી ઘર પર હૈ’ ફેમ ટીવી એક્ટ્રસ સૌમ્યા ટંડન પ્રેગ્નેંસીના કારણે ઘણા સમયથી શોમાંથી બહાર છે. જોકે હવે સૌમ્યા ટંડનના ફેન્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ સૌમ્યા ટંડન જલ્દી શોમાં વાપસી કરી રહી છે.

મીડિયા રિપોર્ટ મુજબ શોની એક્ટ્રેસ સૌમ્યા ટંડને પ્રેગ્નેંસીના કારણે શોથી 4 મહિનાનો બ્રેક લીધો હતો. જોકે હવે તેના વાપસીના સમાચાર સામે આવ્યા છે. સૌમ્યા ટંડનની વાપસીથી તેના ફેન્સ તો ખુશ છે જ પરંતુ તેના પોપ્યુલર શો ‘ભાભીજી ઘર પર હૈ’ની સ્ટાર્સ કાસ્ટ પર ઘણી ખુશ દેખાઈ રહી છે.

સૌમ્યા ટંડને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં સૌમ્યાના સેટ પર પહોચવાની ખુશીમાં શોની યૂનિટ ગીત ગાતા નજરે આવી રહ્યા છે કે ‘તુમ આયે તો આયા મુઝે યાદ ગલીમાં આજ ચાંદ નિકલા.’ વીડિયોમાં સૌમ્યા એવું કહેતા નજરે આવી રહી છે કે,‘મે વાપસીનો વાયદો કર્યો હતો. તમે લોકોએ મને ઘણી વખત પૂછ્યું કે પાછા ક્યારે આવી રહ્યો છો તો મે વિચાર્યું કે સેટ પર આવીને તમને સરપ્રાઇઝ આપું.’

તમને જણાવી દઈએ કે સૌમ્યાનું શેટ પર જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. સૌમ્યાની જ્યારે સેટ પર એન્ટ્રી થઈ તો ક્રૂ મેમ્બર અને કાસ્ટ બધા ખુશ થઈ ગયા. તમને જણાવી દઇએ કે સૌમ્યાએ વર્ષ 2016માં બોયફ્રેન્ડ સૌરભ દેવેન્દ્ર સિંહ સાથે લગ્ન કર્યા હતા. જ્યારે સૌમ્યાએ 20મી જાન્યુઆરીએ બાળકને જન્મ આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન