બિકીનીમાં દેખાયો શમા સિકંદરનો હોટ અને ગ્લેમરસ અંદાજ, સોશિયલ મીડિયા પર લગાવી આગ
શમા સિકંદર ટીવી અને બોલિવૂડમાં કરિયર બનાવ્યા બાદ લગ્ન કરી વિદેશમાં સેટલ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહેનાર એક્ટ્રેસ શમા તેના ફોટોઝ અને વીડિયોઝ ફેન્સ સાથે શેર કરતી હોય છે. શમા હાલ તેનો હોલિડે એન્જોય કરી રહી છે અને હોલિડેની કેટલીક તસવીરો તેને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
આ તસવીરોમાં શમા ખૂબજ હોટ અને ગ્લેમરસ દેખાઈ રહી છે. જોકે તસવીર પોસ્ટ કરી શમા ઘણી ટ્રોલ પણ થઈ છે. આપને જણાવી દઈએ કે શમા સિંકદર તેના અભિનય સિવાય તેના લુક ચેંજના કારણે પણ ચર્ચા રહી છે. શમાએ કેટલીક ફિલ્મોમાં સાઇડ રોલ્સ કર્યા છે જ્યારે તેને એક હિટ ટીવી શો ‘યે મેરી લાઈફ હૈ’થી ડેબ્યૂ કર્યુ હતું. ત્યાર બાદ પોપ્યુલર ટીવી શો ‘બાલવીર’માં ભયંકર પરીનો રોલ પ્લે કર્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ શમાએ કોસ્મેટિક સર્જરી કરાવી હતી. જેના કારણે તેને ઓળખવી પણ મુશ્કેલ હતી. શમાની બિકીની ફોટોઝને કેટલાક યૂઝર્સ હોટ અને સુંદર બતાવી રહ્યા છે તો કેટલાક આ તસવીરોને અશ્લીલ અને અભદ્ર કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન