Actress Shweta Tiwari hospitalized ex husband Abhinav Kohli react on
  • Home
  • Entertainment
  • Bollywood
  • અભિનેત્રી શ્વેતા તિવારીની તબિયત લથડી, એક્સ પતિએ કટાક્ષ કરી કહ્યું…સુંદર દેખાવવાના ચક્કરમાં…

અભિનેત્રી શ્વેતા તિવારીની તબિયત લથડી, એક્સ પતિએ કટાક્ષ કરી કહ્યું…સુંદર દેખાવવાના ચક્કરમાં…

 | 12:27 pm IST
  • Share

ટીવીની બોલ્ડ અભિનેત્રી શ્વેતા તિવારી હાલમાં ‘ખતરોં કે ખિલાડી 11’માં જોવા મળી હતી. તે શોની ટોચની 6 ફાઇનલિસ્ટમાં હતી. જોકે તે શોમાં જીતી શકી નહોતી. શોમાંથી બહાર આવ્યા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. તેને વિકનેસની સાથે બ્લડ પ્રેશર ઘટી ગયું હતું. શ્વેતાની આ સ્થિતિ પર, તેના છૂટા પડેલા પતિ અને અભિનેતા અભિનવ કોહલીએ તેના માટે એક નોંધ લખી છે અને તેને જલ્દી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે અને તેના પર કટાક્ષ પણ કર્યો છે. શ્વેતાની ટીમે તાજેતરમાં એક નિવેદન બહાર પાડ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે શ્વેતા ઘણી મુસાફરી કરે છે પરંતુ યોગ્ય આરામ કરી શકતી નથી. તેમજ હવામાનમાં ફેરફાર થવાના કારણે તેની તબિયત બગડી અને તેને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું.

શ્વેતા તિવારીના હોસ્પિટલમાં દાખલ થયાના સમાચાર સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ તેનાથી અલગ થયેલા પતિ અભિનવ કોહલીએ તેમને જલ્દી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવતી એક નોંધ લખી હતી. તેની પોસ્ટમાં, તેણે તેના વજન ઘટાડવા અને ટ્રાન્સફોર્મેશન પર પણ કટાક્ષ કર્યો. તેણે લખ્યું કે શ્વેતા સાથે તેના પુત્ર માટે તેની લડાઈ કોર્ટમાં ચાલી રહી છે, પરંતુ તે ઈચ્છે છે કે શ્વેતા જલ્દી સ્વસ્થ થઈ જાય.

અભિનવ કોહલીએ તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, ‘મારા અને મારા છોકરાને મળવા અને સાથે રહેવાના અધિકારની લડાઈ તેની જગ્યાએ છે અને કોર્ટમાં ચાલી રહી છે, પરંતુ શ્વેતા જલ્દી સ્વસ્થ થઈ શકે. એક્ટર બિચારા તમારા બધાની સામે સૌથી સુંદર બનવાના અને લોકો તેમને ફોલો કરે તે માટે તે જરૂરી કરતા વધારે બોડી પર ધ્યાન આપે છે અને ઓછામાં ઓછો ખોરાક લે છે અને પછી એક દિવસ તેમનું દિલ થાકી જાય છે.

તમને જણાવી દઈએ કે શ્વેતા અને તેના તેનો પતિ અભિનવ સાથે રહેતા નથી. તેમના લગ્નની સમસ્યાઓના સમાચાર સૌથી પહેલા વર્ષ 2019 માં આવ્યા હતા. તે વર્ષમાં બંને વચ્ચે ઘણી લડાઈઓ થઈ અને આખું સત્ય લોકો સામે આવ્યું. આ ઝઘડાઓને કારણે અભિનવને બે દિવસ જેલમાં રહેવું પડ્યું. શ્વેતાએ તેના પર ઘરેલુ હિંસાનો આરોપ પણ લગાવ્યો હતો. શ્વેતા અને અભિનવ કોર્ટમાં તેમના પુત્ર રેયાંશ માટે કસ્ટડીની લડાઈ લડી રહ્યા છે. હાલમાં રેયાંશ તેની માતા શ્વેતા સાથે રહે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો