Actress Sonam Kapoor in White Dress at Cannes Film Festival 2019
  • Home
  • Featured
  • Cannes 2019: રેડ કારપેટ પર વ્હાઇટ ટક્સીડો સૂટમાં ઉતરી સોનમ કપૂર, દેખાયો ગ્લેમરસ અંદાજ

Cannes 2019: રેડ કારપેટ પર વ્હાઇટ ટક્સીડો સૂટમાં ઉતરી સોનમ કપૂર, દેખાયો ગ્લેમરસ અંદાજ

 | 10:52 am IST

‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019’ના પહેલા દિવસથી બોલિવૂડની ફેશનિસ્ટા સોનમ કપૂરના લુક ચર્ચામાં છે. દર વર્ષે પોતાના લુકથી કાન્સમાં છાપ છોડનાર સોનમ કપૂરના રેડ કારપેટ લુકની લોકો ઘણા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જ્યારે હવે સોનમનો રેડ કારપેડ લુક સામે આવ્યો છે. જેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે અને ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે.

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કારપેટ પર સોનમ કપૂરનો બોલ્ડ અને ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો. રેડ કારપેટ પર સોનમે ડિઝાઇનર Ralph અને Russoની વ્હાઇટ ડ્રેસ પહેરી હતી. સોનમે તેના લુકથી બધાને ઇમ્પ્રેસ કર્યા.
સોનમે રેડ કારપેટ માટે વ્હાઇટ ડીપ પ્લંગિંગ નેક લાઇનનો ટક્સીડો સૂટ પસંદ કર્યો હતો. સોનમે આ બોલ્ડ વ્હાઇટ અટાયર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મ ‘Quentin Tarantino’s Once Upon A Time in Hollywood’ના પ્રીમિયરમાં કૈરી કર્યો હતો.

સોનમે વ્હાઇટ બ્લેઝર સાથે સ્ટ્રેટ પેંટ પહેરી હતી. બ્લેઝર સાથે બેલ્ટ પણ કૈરી કર્યો હતો. તેના બ્લેઝરથી લોંગ વિંગ્સ પણ અટેચ છે. જે તેની ડ્રેસને વધુ હાઇલાઇટ કરે છે. વ્હાઇટ ડ્રેસ સાથે ગ્રીન મલ્ટી લેયર નેકલેસ અને ઇયરિંગ સોનમના લુકને વધુ સ્ટનિંગ બનાવી રહી હતી. હેર સ્ટાઇલની વાત કરીએ તો સોનમે તેના આ લુક માટે સ્લીક બન બનાવ્યું હતું. સ્મોકી આઈ મેકઅપ અને લિપસ્ટિકમાં સોનમ ઘણી ગ્લેમરસ લાગી રહી હતી. એક અન્ય લૂકમાં સોનમ કપૂરે ખૂબસૂરત પીળા રંગનો ઓફ શોલ્ડર ગાઉન પહેર્યો હતો. જેમાં તેઓ ખૂબજ હોટ અને સુંદર દેખાઈ રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન