Actress Suchitra Krishnamoorthi Tweet about Smriti Irani victory
  • Home
  • Entertainment
  • Bollywood
  • સ્મૃતિ ઈરાનીની જીત પર બોલિવૂડ એક્ટ્રેસે કર્યું ટ્વીટ, કહ્યું- ટક્કર ના લેતા…

સ્મૃતિ ઈરાનીની જીત પર બોલિવૂડ એક્ટ્રેસે કર્યું ટ્વીટ, કહ્યું- ટક્કર ના લેતા…

 | 7:18 pm IST

લોકાસભા ચૂંટણીમાં બીજેપીની ઐતિહાસિક જીત બાદ પાર્ટીના નેતાઓને શુભેચ્છા પાઠવવા વાળાઓની લિસ્ટ સતત વધી રહી છે. સામાન્ય જનતાની સાથે બોલિવૂડના સિતારાઓ પણ જીતેલા ઉમેદવારોને શુભકામના આપી રહ્યા છે. આ સિલસિલામાં હવે RAW(Romeo Akbar Walter) જેવી ફિલ્મમાં કામ અભિનય કરનાર અભિનેત્રી સુચિત્રા કૃષ્ણમૂર્તિ પણ સામેલ થઈ છે.

સુચિત્રા કૃષ્ણમૂર્તિએ અમેઠીથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને હરાવનાર બીજેપી ઉમેદવાર સ્મૃતિ ઈરાનીને લઈ એક ટ્વીટ કરી. એક્ટ્રેસ લખ્યું કે,‘મે ટીવીમાં સાંભળ્યું હતું કે સ્મૃતિ ઈરાનીને પરિણામોમાં પોતાના માટે જાયન્ટ સ્લેયર જેવા શીર્ષકથી ઈન્કાર કર્યો અને ખુદને માના રૂપે પરિભાષિત કરી હતી.‘ સુચિત્રાએ આગળ લખ્યું કે,‘અંતે વાત એ છે કે ઇન્ડિયન હાઉસ વાઇફથી ક્યારે ટક્કર ન લેતા.’

તમને જણાવી દઈએ કે સુચિત્રા કૃષ્ણમૂર્તિએ માત્ર સ્મૃત્તિ ઈરાનીને જ નહીં પરંતુ કિરણ ખેરને પણ શુભેચ્છા પાઠવી. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી 2019માં બીજેપીને પ્રચંડ જીત મળી છે. બીજેપીના ખાતામાં 303 બેઠક પર જીત નોંધાઈ છે. જ્યારે એનડીએ ગઠબંધનએ 350થી વધુ બેઠકો પર જીત હાંસલ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન