actress sunayana fozdar age family husband personal life
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • નવી અંજલિ ભાભી સુનૈનાની સંપત્તિ વિશે જાણીને ચોંકી જશો, એક એપિસોડ માટે વસુલે છે આટલી ફી!

નવી અંજલિ ભાભી સુનૈનાની સંપત્તિ વિશે જાણીને ચોંકી જશો, એક એપિસોડ માટે વસુલે છે આટલી ફી!

 | 10:45 pm IST
  • Share

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એક એવો શો છે કે જે ટીવીની દુનિયામાં સૌથી વધુ ચર્ચામાં રહે છે. તેની સફળતા પાછળ શોની કાસ્ટનું નોંધપાત્ર યોગદાન છે, જેમાં શોની શરૂઆતથી તેની સાથે સંકળાયેલા ઘણા લોકો શામેલ છે. આ શોમાં અંજલિ ભાભીનો રોલ કરનારી સુનૈના ફોજદાર શોમાં નવી છે. તેણે થોડા મહિના પહેલા નેહા મહેતાની જગ્યા લીધી અને શોમાં તેની શરૂઆત કરી હતી. સુનૈના આ પહેલા પણ ઘણા શો કરી ચૂકી છે, પરંતુ આ શોનો ભાગ બન્યા પછી તેની પ્રસિદ્ધિ ઘણી વધી છે. જો કે આ શોમાં તેને ફી પણ તગડી મળે છે.

શોના તમામ કલાકારોની જેમ સુનૈનાને દરેક એપિસોડ માટે ભારે ભરખમ રકમ ચૂકવવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર નેહા મહેતાને અંજલિની ભૂમિકા માટે દરરોજ 25 હજાર રૂપિયા ચૂકવવામાં આવતા હતા. તેના પરથી એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે સુનૈનાને દરરોજ 25 હજાર આપવામાં આવી રહ્યા છે.

સુનૈના સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ રહે છે, સાથે સાથે તે ગુગલના ટ્રેન્ડમાં પણ રહે છે. સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી સુનૈના ફોજદાર કરોડોની સંપત્તિ ધરાવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સુનૈના પાસે લગભગ 19 કરોડની સંપત્તિ છે.

આ વીડિયો પણ જુઓ: ગુજરાતમાં કોરોનાના વધુ 1495 કેસ, 13 મોત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન