Actress Sushmita Sen Surprised from Boyfriend, Video Viral
  • Home
  • Videos
  • Featured Videos
  • સુષ્મિતા સેનના બોયફ્રેન્ડે આપી ક્યૂટ સરપ્રાઈઝ, વીડિયો શેર કરી કહ્યું- આ વિશે કોઈ….

સુષ્મિતા સેનના બોયફ્રેન્ડે આપી ક્યૂટ સરપ્રાઈઝ, વીડિયો શેર કરી કહ્યું- આ વિશે કોઈ….

 | 7:46 pm IST

બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેને વર્ષ 1994માં ‘મિસ યુનિવર્સ’નો ખિતાબ પોતાના નામે કર્યો હતો. મિસ યુનિવર્સનો ખિતાબ જીતનારી સુષ્મિતા સેન પહેલી ભારતીય મહિલા છે. તમને જણાવી દઈએ કે 21મી મેના રોજ સુષ્મિતા સેનને આ ખિતાબ જીત્યાને 25 વર્ષ થયા છે. આ પ્રસંગે સુષ્મિતાના બોયફ્રેન્ડ રોહમન શોલે તેને ખુબજ ક્યૂટ સરપ્રાઇઝ આપી છે. આ સરપ્રાઇઝમાં સુષ્મિતાની દીકરી રેની અને અલીશા પણ સામેલ છે.

સુષ્મિતા સેને સોશિયલ મીડિયા પર એક વીડિયો ફેન્સ સાથે શેર કર્યો છે. જેમાં તે કેક કાપી રહી છે અને અન્ય લોકો તેને ‘Happy 25th to you’ વિશ કરી રહ્યા છે. સુષ્મિતા સેને ક્રાઉન પણ પહેર્યું છે. આ વીડિયોને શેર કરી સુષ્મિતાએ કહ્યું કે,‘માય સેલિબ્રેશન!!! આ સરપ્રાઇઝ વિશે કોઈ અંદાજો નહોતો.’ વીડિયોમાં રોહમન શોલ, પ્રીતમ શિખરે, નુપુર શિખરે, દીકરી રૈની અને અલીશા નજરે આવી રહ્યા છે. રિપોર્ટ મુજબ સુષ્મિતા સેન અને રોહમન શોલ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા આ કપલે અમૃતસર સ્થિત ગોલ્ડન ટેમ્પલની મુલાકાત લીધી હતી. જેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન