'ક્વીન'ની રિમેકમાં આ અભિનેત્રી કરશે કામ! - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘ક્વીન’ની રિમેકમાં આ અભિનેત્રી કરશે કામ!

‘ક્વીન’ની રિમેકમાં આ અભિનેત્રી કરશે કામ!

 | 4:02 pm IST

દક્ષિણ ભારતીય ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી એમી જેકસન બોલિવૂડની સુપરહિટ ફિલ્મ ‘ક્વીન’ની તમિલ રિમેકમાં નજર આવી શકે છે. નિર્દેશક વિકાસ બહેલનાં નિર્દેશનમાં બની રહેલ ફિલ્મમાં કંગના રનોટ એટલે રાનીની મિત્રની ભૂમિકા લિજા હેડને નિભાવી હતી. એક ચર્ચા અનુસાર, લિજા હેડનની ભૂમિકા માટે એમી જેકસનનો એપ્રોચ કરવામાં આવી છે.

નિર્માતાએ ફિલ્મ માટે એમી જેકસન ઉપરાંત ઘણીબધી અભિનેત્રીઓને ઓફર કરી છે અને સાઉથની લગભગ તમામ ટોચની અભિનેત્રીઓ સાથે આ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે.

amy-jackson

બતાવામાં આવી રહ્યુ છે કે, ‘રોબોટ’ ની સિક્વલ ‘2.0’નું બાકી કામ પૂર્ણ કરવામાં વ્યસ્ત એમી સાથે વાતચીત થઈ ગઇ છે. પરંતુ હજૂ સુધી ડીલ ફાઇનલ કરવામાં આવી નથી. જો કે ચર્ચા તો એવી પણ ચાલી રહી છે કે, એમીની કેટલીક શરતોને લઇને તમિલ રિમેકનં નિર્માતા વિચારી રહ્યા છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન