Director wanted to do kissing scene as rehearsal: Zareen Khan
  • Home
  • Entertainment
  • Bollywood
  • ઝરીન ખાને ડાયરેક્ટરનો ભાંડો ફોડ્યો, કહ્યું ‘હીરોના બદલે પોતે ‘રિહર્સલ’ના નામે કિસ અને…’

ઝરીન ખાને ડાયરેક્ટરનો ભાંડો ફોડ્યો, કહ્યું ‘હીરોના બદલે પોતે ‘રિહર્સલ’ના નામે કિસ અને…’

 | 5:56 pm IST

રાધિકા આપ્ટેથી લઈને વિદ્યા બાલન સુધીની ઘણી બોલિવૂડની અભિનેત્રીઓએ કાસ્ટિંગ કાઉચના તેમના અનુભવો શેર કરવાની શરૂઆત કરી છે. હવે ઝરીન ખાને પણ આ વાત પર મૌન તોડ્યું અને પોતાના અનુભવો વિશે જાહેરમાં વાત કરી છે.

ઝરીન ખાન ફિલ્મ ઉદ્યોગની કાળી બાજુ પર બિન્દાસથી વાત કરી છે. કારણ કે તે પણ એવી પરિસ્થિતિઓમાં પસાર તઈ ગઈ છે. તેણે વાત કરી કે હું પણ એ સમયમાંથી પસાર થઈ ગઈ છું તે જેમાં સેક્સની માગ કરીને બદલામાં તેને ફિલ્મમાં તકો આપવાનું વચન આપવામાં આવ્યું હતું.

તેણે એક મનોરંજન વેબ પોર્ટલ સાથેની મુલાકાતમાં આ બધી પોલ છતી કરી હતી. અભિનેત્રીએ જણાવ્યું કે એકવાર કોઈ ડિરેક્ટર તેની સાથે કિસિંગ સીન ‘રિહર્સલ’ કરવા માંગતો હતો. તેણે કહ્યું કે “તે વ્યક્તિએ એવું કહ્યું કે તમારે તમારી બધી બાધાઓ અને નિયમો છોડી દેવા પડશે. તમારી હદથી ઉપર પણ જવું પડશે. તે સમયે હું પ્રમાણમાં બોલિવૂડમાં ખૂબ નવી હતી. તે પછી તેણે મને કિસિંગ સીન રિહર્સલ તરીકે કરવાની ઓફર કરી હતી.”

અભિનેત્રી આગળ જણાવે છે કે મે કહ્યું કે, શું? રિહર્સલ તરીકે હું કોઇને કિસ કરું? તેણે ડાયરેક્ટરને ના પાડી દીધી. બીજી એક ઘટનાની વાત કરતાં અભિનેત્રીએ કહ્યું કે, એક વ્યક્તિએ મને પૂછ્યું કે શું તમે મારી સાથે મિત્ર કરતા વધારે બનવામાં રસ ધરાવો છો? બદલામાં તેણે અઢળક પ્રોજેક્ટ્સ આપવાની વાત કરી અને કહ્યું કે હું તમને બોલિવૂડમાં ક્યાં અને ક્યાં પહોંચાડી દઈશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન