જીયા ખાન કેસ: સીબીઆઇ તપાસથી જીયાની માતા નાખુશ, એસઆઇટી દ્વારા તપાસની કરી માંગ - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • જીયા ખાન કેસ: સીબીઆઇ તપાસથી જીયાની માતા નાખુશ, એસઆઇટી દ્વારા તપાસની કરી માંગ

જીયા ખાન કેસ: સીબીઆઇ તપાસથી જીયાની માતા નાખુશ, એસઆઇટી દ્વારા તપાસની કરી માંગ

 | 9:22 am IST

અભિનેત્રી જીયા ખાન હત્યા કેસમાં સીબીઆઇએ સોમવારે બોમ્બે હાઇકોર્ટને જણાવ્યું છે કે, બોલિવૂડ અભિનેત્રી જીયા ખાનની હત્યા નથી થઇ. આ મામલો આત્મહત્યાનો છે. જો કે જીયાની માતા રાબિયા અનુસાર, તેની હત્યા કરવામાં આવી છે. પરંતુ આ મામલાનાં સોલિસિટર જનરલ અનિલ સિંહે જસ્ટિસ નરેશ પાટિલ અને જસ્ટિસ પ્રકાશ નાયકની ખંડપીઠે જણાવ્યું હતું કે, સીબીઆઇને તપાસમાં એવું કોઇ કારણ મળ્યું નથી, જેના કારણે આરોપી (સૂરજ પંચોલી)ને બચાવવાનો પ્રયત્ન કરી રહી હોય.

આ મામલામાં સીબીઆઇએ કહ્યું કે, જીયાએ મુંબઇનાં જુહુ સ્થિત તેનાં ઘરે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ કેસમાં ઘરમાં કોઇ બીજા વ્યક્તિનાં દાખલ થયાનાં પૂરાવાઓ મળ્યા નથી. જીયાનાં ગળા પર જે નિશાનો હતાં, તે દુપટ્ટાનાં કારણે પણ પડી શકે છે. જો કે જીયાની માતા રાબિયા સીબીઆઇની આ તપાસ પર વિશ્વાસ કરવા તૈયાર નથી.

બોમ્બે હાઇકોર્ટે રાબિયા ખાનને કહ્યું છે કે, તેઓ પોતાની પુત્રી જીયા ખાનની મોતનાં મામલામાં પોલીસ અને સીબીઆઇ તપાસની ભૂલોને સામે લાવી શકે છે. ઉલ્લેખનિય છે કે, જીયાની માતા રાબીયાએ આ કેસમાં સુરજ પંચોલીનું નામ લીધું હતું. તેનાં મતે સુરજ જીયા સાથેનાં સંબંધો જાહેરમાં ક્યારેય સ્વીકારતો ન હતો. અને આ વાતનો ઉલ્લેખ પણ જીયાએ તેનાં સ્યૂસાઇડ નોટમાં કર્યો હતો. તેની માતાનું કહેવું છે કે સુરજે જ તેની દીકરીનો જીવ લીધો હતો. રાબિયા અનુસાર, સૂરજે જીયાને આત્મહત્યા માટે ઉક્સાવી હતી.  રાબિયા હવે આ કેસ માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ (એસઆઇટી) દ્વરા તપાસ કરવાની માંગ કરી છે. કારણ કે સીબીઆઇ પણ મુંબઇ પોલીસ જેમ આ મામલાને આત્મહત્યા બતાવી રહી છે. જસ્ટિસ નરેશ પાટિલની ખંડપીઠે 23 ઓગષ્ટે આ મામલામાં વિસંગતીયોની લીસ્ટ બનાવીને કોર્ટ સમક્ષ રાખવાનો આદેશ કર્યો છે.

તમને જણાવી દઇએ કે, જીયા ખાને 3 જૂન, 2013નાં દિવસે મુંબઇનાં જુહુ સ્થિત તેનાં ઘરે ગળે ફાંસો ખાધેલ હાલતમાં મળી આવી હતી. તેનાં બોયફ્રેંડ સૂરજ પંચોલી પર જીયાને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન