અંબાણીની મુશ્કેલી વધી, ખાલી કરવું પડ્યું હેડક્વાર્ટર - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • અંબાણીની મુશ્કેલી વધી, ખાલી કરવું પડ્યું હેડક્વાર્ટર

અંબાણીની મુશ્કેલી વધી, ખાલી કરવું પડ્યું હેડક્વાર્ટર

 | 10:58 am IST

એક તરફ મુકેશ અંબાણીની સંપત્તિમાં વિકાસ થઇ રહ્યો છે ત્યારે અનિલ અંબાણી ગ્રુપની આગેવાનીનું રિલાયન્સ ગ્રુપ આર્થિક સંકટોનો સામનો કરી રહ્યું છે. હાલમાં બલાર્ડ એસ્ટેટ ખાતે પોતાનાં કોર્પોરેટ હેડક્વાર્ટર રિલાયન્સ સેન્ટરને ખાલી કરી દીધું છે. દેવામાં ડુબેલી રિલાયન્સે આર્થિક બોઝ ઘટાડવા માટે પોતાની સંપત્તીઓનું વેચાણ ચાલુ કરી દીધું છે. જેનાં પગલે હવે કંપનીએ પોતાની હેડ ઓફીસ સાંતાક્રુઝ ખાતેની ઓફિસથી જ ઓપરેટ કરવાનો નિર્ણય લીધો હતો.

અત્રે નોંધનીય છે કે રિલાયન્સ ગ્રુપ પર આશરે 60 હજાર કરોડ રૂપિયાનું દેવું છે. આ વર્ષે માર્ચમાં ગ્રુપે મુંબઇમાં પોતાનાં પાવર ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસને અદાણી ગ્રુપને 18,800 કરોડ રૂપિયામાં વેચી દીધું છે ગ્રુપે પોતાનાં ફ્લેગશીપ રિલાયન્સ કમ્યુનિકેશનનાં 51 ટકા સ્ટોકને પોતાનાં દેવાદારોને આપવાની રજુઆત કરી છે. તે ઉપરાંત કંપનીએ બાકીનાં 27 હજાર કોરડ રૂપિયાનાં દેવાની ચુકવણી માટે પોતાનાં સ્પેક્ટ્રમ વેચીને 17 હજાર કરોડ રૂપિયા એકત્ર કરશે. ગ્રુપે સમગ્ર દેશમાં પોતાનાં રિયલ એસ્ટેટ સંપત્તીઓને 10 હજાર કરોડ રૂપિયામાં વેચવાની તૈયારીમાં છે.

હાલમાં પાવર ક્ષેત્રે કામ કરી રહેલ રિલાયન્સ પાવરને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેની માર્કેટ વેલ્યું 11,400 કરોડ રૂપિયા છે જે 2008માં IPO દ્વારા એકત્ર કરેલ 11,700 કરોડ રૂપિયા કરતા પણ 300 કરોડ રૂપિયા ઓછા છે. ગ્રુપનાં વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, વ્યાવહારીક કારણોથી ગ્રુપનાં કોર્પોરેટ ઓફિસને સાંતાક્રુઝ શિફ્ટ કરી દેવામાં આવી છે. અનિલ અંબાણી સહીત તમામ ટોપ મેનેજમેન્ટ ત્યાં જ બેસશે. માટે દક્ષિણ મુંબઇની ઓફિસમાં બેસવાનો કોઇ અર્થ નહોતો. ગત્ત થોડા વર્ષોમાં બલાર્ડ એસ્ટેટ ઓફીસનો ઉપયોગ બોર્ડ મીટિંગ્સ અને પ્રેસ કોન્ફરન્સ જેવા કામ માટે જ કરવામાં આવતું હતું. આગામી સમયમાં અનિલ અંબાણી રિલાયન્સ ગ્રુપ માટે કપરાં ચઢાણ આવી શકે છે.