adah sharma looks in funny mask and newspaper print paint
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Photos: શરીર પર પેપર વિંટ્યુ હોય તેવુ પેન્ટ અને ડ્રેક્યુલા માસ્ક પહેરી નિકળી આ એકટ્રેસ, વાયરલ ફંકી લુક

Photos: શરીર પર પેપર વિંટ્યુ હોય તેવુ પેન્ટ અને ડ્રેક્યુલા માસ્ક પહેરી નિકળી આ એકટ્રેસ, વાયરલ ફંકી લુક

 | 8:15 am IST
  • Share

બોલિવૂડમાં રણવીર સિંહની ફેશન હંમેશા ચર્ચામાં રહે છે. જો કે હાલ એક અભિનેત્રી જે રણવીરને આ બાબતમાં જોરદાર ટક્કર આપી રહી છે. હાલ સોશિયલ મીડિયા પર અદા શર્માની ચર્ચાએ જોર પકડ્યુ છે. વિદ્યુત જામવાલની નાયિકા અદા શર્મા એકદમ અલગ ફેશન સેન્સ ધરાવે છે. ફરી એકવાર અદા તેના માસ્ક અને લુકને લઇને ચર્ચામાં આવી છે.

અદા શર્મા મુંબઈના પાલી હિલમાં જોવા મળી હતી. જ્યાં તેનો લુક જોવા જેવો હતો અદાએ ખૂબ જ ફંકી માસ્ક પહેર્યો હતો, માસ્ક પર ડ્રેક્યુલાનું હસતુ મોં હતુ, જે એકદમ અલગ લાગે છે. બોલિવૂડ અભિનેત્રી અદા શર્મા ફેશનની વિચિત્ર સ્ટાઇલને કારણે ચર્ચામાં રહે છે. પરંતુ આજે અભિનેત્રી જે રીતે જોવા મળી હતી તે એકદમ આશ્ચર્યજનક હતી.

સ્ટાઇલિશ બનવું તેને ભારે પડ્યું હતુ. વધારે પડતી ફન્કી બનવાની લ્હાયમાં અદાએ એવુ માસ્ક અને કપડા પહેર્યા કે સોશિયલ મીડિયા પર થવા લાગી ટ્રોલ. દર્શકો બોલી ઉઠ્યા અરે આ શું પહેરીને આવી?

જે પણ અદાના આ ફોટાઓ જુએ છે તેના માસ્ક પર જ નજર ચોટી જાય છે. ચુડેલ જેવા દાંતવાળું માસ્ક જોતા અદાને સૌ કોઇ કહે અરે આ શું આ તો કેવી ફેશન છે? સાથે અદાએ જે ફન્કી લુક વાળુ પેન્ટ પહેર્યુ છે તે પેપર વિંટ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે. તો તમે પણ અદાની આ અદા જોઇલો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન