adah sharma talks about upcoming film commando 3
  • Home
  • Photo Gallery
  • ભલભલા અભિનેતાઓનું પણ માંથુ ભાંગે એવા સ્ટંટ કરતી અભિનેત્રી, જુઓ PHOTOSમાં હોટનેસ

ભલભલા અભિનેતાઓનું પણ માંથુ ભાંગે એવા સ્ટંટ કરતી અભિનેત્રી, જુઓ PHOTOSમાં હોટનેસ

 | 12:03 pm IST

માર્શલ આર્ટ્સમાં પારંગત અદા શર્મા ફિલ્મ કમાંડો 3માં પોતાનો જલવો બતાવવા આવી રહી છે. તેણે કહ્યું કે, હું આજે જે કંઈ છું મારા માતા થકી છું. કરાટે અને ડાન્સ મે એની પાસેથી જ શીખ્યા છે. કમાંડો 3ના ટ્રેલરમાં જે કંઈ પણ સીન દેખાય છે એમાં કોઈ જ ડુપ્લીકેટ કે પછી કોઈ બીજી ટેક્નીક નથી વાપરી. મે ખુદે એ સ્ટંટ કર્યા છે.

પોતાની ફિલ્મ વિશે તેણે કહ્યું કે આ ફિલ્મમાં દર્શકોને પાછળની ફિલ્મ કરતાં ઘણું અલગ જ જોવા મળશે. તેમજ અદાએ એવા દાવો કર્યો કે આ ફિલ્મમાં મે જેવા સ્ટંટ કર્યા એ કોઈ બીજી અભિનેત્રીએ બોલિવૂડમાં અત્યાર સુધી ક્યારેય નહીં કર્યા હોય.

આગળ વાત કરી કે, હોલિવૂડની જેમ જ બોલિવૂડમાં પણ હવે મહિલા કિરદારની કહાનીમાં ભૂમિકા બદલાઈ રહી છે. હવે અભિનેત્રી માત્ર દેખાડો કરવા માટે ફિલ્મમાં નથી. તેને નાચગાનમાં કે વૃક્ષની આજુબાજુ આટાફેરા કરવામાં કોઈ રસ નથી. તો જુઓ આ સ્ટંટબાજ અભિનેત્રીના ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન