Adani Eyes On Crore Rs worth Land in Name of RORO ferry
  • Home
  • Ahmedabad
  • રો-રો ફેરીઃ એક રૂપિયામાં સુવિધા આપી કરોડોની જમીન પર અદાણીનો ડોળો

રો-રો ફેરીઃ એક રૂપિયામાં સુવિધા આપી કરોડોની જમીન પર અદાણીનો ડોળો

 | 12:54 am IST

દહેજમાં રેતી-કાંપને કારણે દરીયામાં પાંચ મીટરથી વધુની ઉંડાઈ મળતી ન હોવાથી સરકારે આખરે ઘોઘાથી દહેજની રો-રો ફેરી સેવા બંધ કરી છે. તેની જગ્યાએ હવે ઘોઘાથી હજીરાની રો-રો( રોલ ઓન,રોલ ઓફ) ફેરી સેવા ચાલુ કરવાનો નિર્ણય લેવાયો છે. જેને માટે તાજેતરમાં જ કંડલા પોર્ટ ટ્રસ્ટે કેન્દ્ર સરકાર વતી હજીરામાં રો-રો ફેરી શરૂ કરવા માટેનું તમામ ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરવા માટેનું ટેન્ડર બહાર પાડયું હતું. ગૌતમ અદાણીની કંપનીએ સરકાર પાસેથી માત્ર એક રૂપિયો લઈને આ સુવિધા ઊભી કરવાની તૈયારી દર્શાવતા અદાણીએ માત્ર ૧ રૂપિયામાં આ બીડ જીતી લીધી છે. પરંતુ, ફેરી સર્વિસમાં વિક્ષેપ પડે તો એક દિવસના રૂ.૧૦ લાખના દંડની આકરી શરત હોવા છતાં અદાણી એક રૂપિયામાં કરોડોની સુવિધા ઊભી કરવા તૈયાર કેમ છે? ‘લાલો લાભ વિના ન લોટે’ કહેવત અહીં પણ બંધબેસે છે.  ફેરી સર્વિસની જગ્યાની નજીક જ ગુજરાત મેરી ટાઈમ બોર્ડની ૫૫ એકરની વિશાળ જમીનને પણ સાથોસાથ મેળવી લેવાનો મૂળ આશય હોવાનું સૂત્રો જણાવે છે.

ટેન્ડરની વિગતો મુજબ હજીરા ખાતે રો-રો ફેરી માટે લિન્ક સ્પાન, પોન્ટુન, મુસાફરો માટે ટર્મિનલ, ર્પાિકંગ માટેની વ્યવસ્થા, વે-બ્રિજ, ટગ, સલામતિ વ્યવસ્થા અને ડ્રેજીંગ વગરે જેવા કામો કરવાના છે. જે કંપની પાસે જેટ્ટી છે તેઓને જ ટેન્ડર ભરવાની છૂટ હતી. આ ટેન્ડર ત્રણ કંપનીઓેએ ભર્યુ હતું. પરંતુ એક કંપની ગેરલાયક ઠરતા અદાણી અને એસ્સાર એ બે કંપનીઓ વચ્ચે જ હરીફાઈ રહી હતી. એસ્સારે સરકાર પાસેથી મહિને ૩.૭૫ કરોડ રૂપિયા લઈને જ્યારે અદાણીએ માત્ર એક રૂપિયો લઈને આ તમામ સુવિધાઓ ઉભી કરવા માટે બીડ કરી હતી. આથી મફતમાં કામ કરી આપતી અદાણી કંપનીને આ ટેન્ડરનું કામ આપી દેવાયુ છે. નોંધનીય છે કે આ બન્ને કંપનીઓના પોર્ટ હજીરામાં છે. હવે સૌ કોઈને પ્રશ્ન એ થઈ રહ્યો છે કે શા માટે અદાણી મહિને માત્ર ૧ રૂપિયો લઈને આ ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરવા માગે છે.? સૂત્રો જણાવે છે કે ગુજરાત મેરી ટાઈમ બોર્ડની અંદાજે ૫૫ હેકટર જમીન હજીરામા છે. એસ્સાર અને અદાણીની નજર આ જમીન પર છે. બન્ને કંપનીઓએ સરકાર પાસેથી આ જમીનની માગણી પણ કરી છે. બીજી બાજુ ઘોઘા-હજીરા રો-રો ફેરી પ્રોજેક્ટને બહાને અદાણી આ જમીનનો ખેલ પાડી દેશે એવુ કેટલાય સનદી અધિકારીઓને લાગે છે. એવી ચર્ચા છે કે આગામી ટૂંક સમયમાં જ સરકાર પાસેથી અદાણી આ જમીન મફતના ભાવથી પડાવી લેશે.

ટેન્ડરની શરત મુજબ સતત બે દિવસ એક પણ સુવિધામાં ખામી હોય તો રોજનો રૂ. ૧૦ લાખનો દંડ

કંડલા પોર્ટ ટ્રસ્ટના ટેન્ડરમા ઘણી આકરી શરતો છે. જેમ કે કંપનીએ ૨૦૦ મુસાફરો માટે વેઈટીંગ રૂમની તેમજ ૫૦ ટ્રક અને ૧૦૦ કાર પાર્કિંગની સુવિધા ઉભી કરવાની રહેશે. સલામતી વ્યવસ્થા, વોશરૂમ, ઈમરજન્સી પાવર બેક અપ, બુકીંગ કાઉન્ટર્સ ઉભુ કરવાનુ રહેશે. જો ટર્મિનલનું યોગ્ય રીતે સંચાલન કરવામાં નહીં આવે તો કંપનીને રોજનો ૧૦ લાખનો દંડ ફટકારાશે. આમ ખૂબ જ આકરી શરતો હોવા છતા માત્ર ૧ રૂપિયો લઈને અદાણી શા માટે ખોટનો સોદો કરી રહ્યાં છે તે બાબત હવે સૌ કોઈને સમજાઈ ગઈ છે.

GMB આ જમીન પર મગદલ્લા પોર્ટને શિફટ કરવા માગે છે

સુરત પાસે મગદલ્લા નામનુ સરકારની એટલે કે ય્સ્મ્ની માલિકીનું પોર્ટ છે. આ પોર્ટમાંથી વર્ષે ૧૫ કરોડથી વધુની કમાણી થાય છે. પણ હવે સુરતની આસપાસમાં પણ માનવ વસતિ વધી જતા અને પ્રદૂષણનુ સ્તર પણ ઉંચુ જતા આ પોર્ટને હજીરા ખાતે ખસેડવાની વિચારણા છે. આ માટે સરકાર પાસેથી મંજૂરી પણ માંગવામાં આવી છે. જો આ મંજૂરી નહીં મળે તો હજીરાની આ પડી રહેલી જમીન અદાણીને ચોક્કસથી મળી જશે.

ઘોઘાથી દહેજની ફેરી સેવા શા માટે શરૂ કરાશે?

વડાપ્રધાન મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટ સમા ઘોઘા-દહેજની રો-રો ફેરી નિષ્ફળ ગઈ છે. કારણ કે જહાંજ ચલાવવા માટે પાંચ મીટરથી વધુની ઉંડાઈ જરૂરી છે. પરંતુ દહેજમાં રેતી-કાંપને કારણે આટલી ઉંડાઈ મળી શકતી નથી. પાંચ મીટરની ઉંડાઈ મેળવવા GMBએ રેતી-કાંપ દૂર કરવા માટે ૧૦૦ કરોડથી વધુનો ખર્ચ કરી નાખ્યો છે. આમ છત્તા સમસ્યા યથાવાત રહેતા આખરે આ ફેરી બંધ કરવાનો નિર્ણય કરાયો હતો. તેને બદલે ઘોઘાથી દહેજ વચ્ચે ફેરી સેવા ચાલુ કરવાનો નિર્ણય લેવાયો છે.

આ વીડિયો પણ જુઓઃ અયોધ્યા રામમંદિરના શિલાન્યાસમાં પહોંચ્યું ‘સંદેશ ન્યૂઝ’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન