Adani Ports to stop handling containers from Iran, Pakistan, Afghanistan
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • અદાણી પોર્ટ્સ 15 નવે.થી પાક., ઈરાન, અફઘાનિસ્તાનનો કાર્ગો હેન્ડલ નહીં કરે

અદાણી પોર્ટ્સ 15 નવે.થી પાક., ઈરાન, અફઘાનિસ્તાનનો કાર્ગો હેન્ડલ નહીં કરે

 | 7:00 am IST
  • Share

  • ગુજરાતમાં 21,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયા પછી પગલું
  • અદાણી ગ્રુપ દેશના 13 બંદરો પર હેન્ડલિંગનું કામ સંભાળે છે
  • દેશના વિવિધ સ્થળે રેડ કરવામાં આવી હતી અને 8 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા 

અદાણી પોર્ટ્સ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, 15 નવેમ્બરથી તેમના ટર્મિનલ પર ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી મોકલવામાં આવેલો માલ ઉતારવામાં નહીં આવે. આ ત્રણેય દેશો અફીણ અને તેમાંથી બનતા ડ્રગ્સના ઉત્પાદન તથા વ્યાપાર માટે ગોલ્ડન ક્રેસન્ટ કહેવાય છે. 13 સપ્ટેમ્બરે મુન્દ્રા ખાતે આવેલા અદાણીના બંદર ઉપર અફઘાનિસ્તાનથી આવેલા કન્ટેનરોમાં 21,000 કરોડ રૂપિયાની કિંમતનું 3,000 કિલો હેરોઈન પકડાયા પછી અદાણી પોટ્ર્સ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. બધા દેશના કન્ટેનરના મોકલનાર-મેળવનારની તપાસ કરવાનો અને કન્ટેનર ખોલીને ચેક કરવાનો અધિકાર તેમને નથી, તેવું અદાણી જૂથ કહી ચૂક્યું છે. એ સંજોગોમાં હેરોઈન ઉત્પાદક દેશોનો માલ જ ન સ્વીકારવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.

દેશમાં કાર્ગો હેન્ડલિંગ ક્ષેત્રમાં અદાણી ગ્રુપનો 25 ટકા શેર છે. અદાણી ગ્રુપ દેશના 13 બંદરો પર હેન્ડલિંગનું કામ સંભાળે છે. તમામ બંદરો પર આ વિશે એડવાઈઝરી મોકલી આપવામાં આવી છે એટલે તેમના હેન્ડલિંગ ધરાવતા કોઈપણ બંદર ઉપર આ ત્રણ દેશોનો માલ ઉતરવા દેવાશે નહીં. કોઈ થર્ડ પાર્ટીને પણ આ દેશોમાંથી આવનાર માલ હેન્ડલ કરવા દેવામાં નહીં આવે. અદાણી પોર્ટ્સ ઉપર જે જથ્થો પકડાયો તેમાં પ્લાસ્ટિકના વિશાળ થેલાઓમાં પેક કરવામાં આવેલું હેરોઈન અન-પ્રોસેસ્ડ ટેલ્ક્મ પાવડર હોવાનું પેપર્સમાં દર્શાવવામાં આવ્યું હતું. કોઈ થેલો ખોલીને ચેક કરવામાં આવે તો પણ ખબર ન પડે એ માટે કોથળાઓમાં ઉપરના ભાગે ટેલ્કમ પાવડર બનાવવાના મેગ્નેશિયમ ધરાવતા પથ્થરના મોટા મોટા ટુકડાઓ મૂકવામાં આવ્યા હતા. સાવ તળિયે હેરોઈનની કોથળીઓ મૂકવામાં આવી હતી. બાતમીના આધારે પાડવામાં આવેલી કસ્ટમ્સ અને મહેસૂલ વિભાગની સંયુક્ત રેડમાં હેરોઈન ઝડપાયું હતું. તેના પગલે દેશના વિવિધ સ્થળે રેડ કરવામાં આવી હતી અને 8 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમાં ઉઝબેક અને અફઘાન નાગરિકો પણ હતા.    આ કેસની ત5ાસ હજુ પણ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ કરી રહ્યા છે. આ સંદર્ભે ચેન્નઈ, કોઈમ્બતોર, વિજયવાડામાં દરોડા પાડવામાં આવ્યા છે અને અન્ય રોજ્યોમાં દરોડા પાડવાની તૈયારી ચાલી રહી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો