Adani Wilmar cuts IPO size to Rs 3,600 cr
  • Home
  • Business
  • અદાણી વિલ્મરના IPOને લઇ અગત્યના સમાચાર

અદાણી વિલ્મરના IPOને લઇ અગત્યના સમાચાર

 | 1:14 pm IST
  • Share

  • અદાણી વિલ્મર લિમિટેડે પોતાના IPOના સાઇઝને ઘટાડી દીધો

  • 4500 કરોડ રૂપિયાના આઇપીઓ સાઇઝની યોજના બનાવી હતી

  • હવે ઘટાડીને 3600 કરોડ રૂપિયા કરી દીધી

ગૌતમ અદાણીની કંપની અદાણી વિલ્મર લિમિટેડના આઇપીઓના લોન્ચિંગની રાહ જોવાય રહી છે તો તમારા માટે સમાચાર છે. ન્યૂઝ એજન્સીના મતે અદાણી વિલ્મર લિમિટેડે પોતાના આઇપીઓના સાઇઝને ઘટાડી દીધો છે. કંપનીએ પહેલાં 4500 કરોડ રૂપિયાના આઇપીઓ સાઇઝની યોજના બનાવી હતી જે હવે ઘટાડીને 3600 કરોડ રૂપિયા કરી દીધી છે.

કયાં સુધીમાં આવશે IPO

એજન્સીના સૂત્રોના મતે ફોર્ચ્યુન બ્રાન્ડની અંતર્ગત કુકિંગ ઓઇલ બનાવતી કંપની અદાણી વિલ્મરનો આઇપીઓ આ મહિનામાં લોન્ચ થવાની શકયતા છે. IPOની મળનાર રકમમાંથી રૂ.1,900 કરોડનો ઉપયોગ મૂડી ખર્ચ માટે કરવામાં આવશે. તો રૂ.1100 કરોડનો ઉપયોગ દેવું ચૂકવવા માટે કરવામાં આવશે અને રૂ.500 કરોડનો ઉપયોગ વ્યૂહાત્મક એક્વિઝિશનના ઉપયોગ માટે કરાશે.

રોકાણકારો માટે સારું પગલું

આઇપીઓના કદમાં ઘટાડાનું પગલું રોકાણકારો માટે સારું મનાય છે. ઇશ્યુ સાઇઝ ઓપ્ટિમાઇઝેશનથી કંપનીને આરઓસીઇ અને ઇક્વિટી પર શ્રેષ્ઠ રિટર્નની આશા વધી ગઇ છે.

ફોર્ચ્યુન તેલ બનાવે છે અદાણી વિલ્મર

સૂત્રોએ કહ્યું કે અદાણી વિલ્મર લિમિટેડ આ મહિને જાન્યુઆરીના અંત સુધીમાં આવી શકે છે. આપને જણાવી દઇએ કે અદાણી વિલ્મર એડિબલ ઓઇલ બ્રાન્ડ ફોર્ચ્યુન બનાવે છે. આ કંપની અમદાવાદ સ્થિત અદાણી ગ્રૂપ અને સિંગાપુરના વિલ્મર ગ્રૂપના જોઇન્ટ વેન્ચર કંપની છે. બંનેનો તેમાં હિસ્સો 50:50 છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો