‘વેક્સીનમેન’ અદાર પૂનાવાલાની પત્ની નતાશા સામે બોલિવૂડ એક્ટ્રેસ પણ લાગે ફિક્કી Pics – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • ‘વેક્સીનમેન’ અદાર પૂનાવાલાની પત્ની નતાશા સામે બોલિવૂડ એક્ટ્રેસ પણ લાગે ફિક્કી Pics

‘વેક્સીનમેન’ અદાર પૂનાવાલાની પત્ની નતાશા સામે બોલિવૂડ એક્ટ્રેસ પણ લાગે ફિક્કી Pics

 | 7:17 pm IST
  • Share

કોરોના મહામારીને મૂળથી નિકાળવા માટે દેશભરમાં વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે. આ દરમિયાન સીરમ ઇંસ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઇઓ અદાર પૂનાવાલાની પત્ની નતાશા પૂનાવાલાએ પણ રસી લીધી છે. તેમણે ઇન્સ્ટાગ્રામની તસવીર પણ શેર કરી છે. અદાર પૂનાવાલાની પત્ની નતાશા પૂનાવાલા ‘સીરમ ઇંસ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા’ની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. નતાશા બિઝનેસ વુમન હોવાની સાથોસાથ ફેશન આઇકોન પણ છે અને ઇન્સ્ટાગ્રામ પર તેમની તસવીરો હંમેશા ચર્ચામાં રહે છે. બોલિવૂડથી લઇ હોલિવૂડની તમામ હસ્તીઓ અને બ્રિટિશ રૉયલ્ટીની તેઓ ખુબ જ નજીક છે.

નતાશા પૂનાવાલા એક્ટ્રેસ કરીના કપૂરની ક્લોઝ ફ્રેન્ડ્સ છે. નતાશા પૂનાવાલા આદર પૂનાવાલાની પત્ની છે. તેની સાથે તે સોશિયલાઈટ-ફેશનિસ્ટા પણ છે. જેના કારણે બોલિવૂડના ઘણાં દિગ્ગજ કલાકારોના ફેંડ લિસ્ટમાં ટોપ પર જગ્યા બનાવી છે.

નતાશા ઇંસ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હોવાની સાથે જ વિલૂ પૂનાવાલા ફાઉન્ડેશનની ચેરપર્સન પણ છે. તે બ્રિટિશ એશિયન ટ્રસ્ટસ ચિલ્ડ્રન્સ પ્રોટેક્શન ફાઉન્ડ ફોર ઇન્ડિયાની પણ ચેરપર્સન છે. તો જુઓ આ નતાશા પૂનાવાલાની કેટલીક તસવીરો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન