Add this thing to the shampoo, the problem of falling hair will be removed forever
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • શેમ્પુમાં ઉમેરો આ વસ્તુ, ખરતા વાળની સમસ્યા થશે કાયમ માટે દૂર

શેમ્પુમાં ઉમેરો આ વસ્તુ, ખરતા વાળની સમસ્યા થશે કાયમ માટે દૂર

 | 3:03 pm IST
  • Share

વાળ મહિલાઓની સુંદરતામાં મહત્વનો ભાગ ભજવે છે. વાળનુ ધ્યાન (Hair care)રાખવા માટે તમે શેમ્પુ અને કન્ડિશનરનો ઉપયોગ કરો છો. પરંતુ વાળ ખરવાની સમસ્યા રહે છે. એવામા તમે શેમ્પુમાં એક વસ્તુ ઉમેરીને વાળમાં લગાવી શકો છો. જેનાથી તમારા વાળ થોડાક દિવસમાં જ સુંદર, મુલાયમ અને ચમકદાર બની જશે. તો આવો જોઇએ કેવી રીતે શેમ્પુમાં આ વસ્તુ ઉમેરવાથી ખરતા વાળીની સમસ્યા સહિતની દૂર કરી શકો છો.

ખોડાની સમસ્યા

સૌથી વધારે સમસ્યા મહિલાઓના વાળમાં ખોડાની હોય છે. એવામાં ખોડાથી (Dandruff) છૂટકારો મેળવવા માટે શેમ્પુમાં 2 ચમચી લીંબુનો રસ મિક્સ કરીને માથમાં લગાવો. શેમ્પુને લગભગ વાળમાં 3-4 મિનિટ માટે લગાવી રાખો. આમ કરવાથી વાળમાં આવતી ખંજવાળ, ખોડો અને ફંગસની સમસ્યાની છૂટકારો મળશે.

ખરતા વાળ

જે મહિલાઓ ખરતા વાળની (Hair fall)સમસ્યાથી પરેશાન રહે છે તે લોકોએ બે ચમચી આંબળાનો રસ શેમ્પુમાં મિક્સ કરીને વાળ ધોવા જોઇએ. તેનાથી વાળ મજબૂત થવાની સાથે વાળ ભરાવદાર અને લાંબા થશે. આ ઉપાયને અઠવાડિયામાં બે વખત કરવો જોઇએ.

વાળમાં ચમક

શેમ્પુ બાદ વાળમાં શાઇન (Shiny hair)લાવવા માટે એલોવેરાનો ઉપયોગ કરો. તેનાથી તમારા વાળ ચમકદાર બનશે સાથે જ ખોડાની સમસ્યા દૂર થશે. જેથી શેમ્પુમાં એલોવેરાનો રસ ઉમેરીને વાળ ધોઇ શકો છો.

વાળમાંથી દૂર્ગંધ કરો દૂર

પરસેવાના કારણથી વાળમાં દુર્ગંધ આવવાની સમસ્યા રહે છે. એવામાં શેમ્પુમાં બે મોટી ચમચી રોઝ વોટર મિક્સ કરીને લગાવવાથી વાળમાં આવતી દુર્ગંધની સમસ્યા દૂર થાય છે. તેનાથી તમારા વાળ ચમકદાર બનશે.

આ પણ જુઓ : સુરતમાં એક એવો અનોખો સ્ટોર બનાવાયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન