Add this to water 1 garlic water, nails will be long and never broken
  • Home
  • Fashion & Beauty
  • પાણીમાં ઉમેરી લો આ 1 વસ્તુ, નખ થશે લાંબા અને ક્યારેય નહીં તૂટે

પાણીમાં ઉમેરી લો આ 1 વસ્તુ, નખ થશે લાંબા અને ક્યારેય નહીં તૂટે

 | 12:47 pm IST

નખ કમજોર હોય થો તેનું તૂટી જવાનો ખતરો વધારે રહે છે.જેના કારણે કેટલીક છોકરીઓ લાંબા નખ રાખવા અને નેલ પૉલિશ લગાવવાનો શોખ પૂરો કરી શકતી નથી. પરંતુ શુ તમે જાણો છો કે આ સમસ્યાને લસણના ઉપયોગથી દૂર કરી શકાય છે.

જોક, લસણમાં એન્ટીસેપ્ટિક ગુણ હોય છે જેનાથી જો નખની કમજોરીનું કારણ ફંગસ કે બેક્ટેરિયા હોય તો આ સમસ્યા દૂર થઇ જાય છે અને નખને ફરીથી હેલ્ધી બનવામાં મદદ મળે છે. તેમા સેલેનિયમ નામના તત્વ પણ હોય છે. જે મજબૂત નખ માટે જરૂરી હોય છે. તેની એન્ટી-ઓક્સિડેન્ટ ક્વૉલીટિ ફણ નખને હેલ્ધી રાખીને તેને કમજોર થવાથી બચાવે છે.

આ રીતે કરો ઉપયોગ

લસણનો ઉપયોગ નખને મજબૂત કરવા માટે પણ કરવામાં આવે છે. તો આવો જોઇએ કેટલાક સહેલા ઉપાય…..

લસણનું પાણી

એક બાઉલમાં પાણી અને અને તેમા બે ત્રણ લસણની કળીને કટ કરીને ઉમેરી લો તેને 15 મિનિટ રહેવા દો, પછી લસણને પાણીમાંથી બહાર નીકાળી દો. આ લસણના પાણીમાં સાબુથી ધોયેલા હાથને 10 મિનિટ રાખો. તે બાદ સાદા પાણીથી હાથ ધોઇ લો. જેનાથી તમારા નખ મજબૂત થશે.

નેલ પૉલિશ અને લસણ

લસણની ચાર કળીઓ લો અને તેની પેસ્ટ બનાવી લો, આ પેસ્ટને એક ખાલી નેઇલ પેઇન્ટની બોટલમાં ટ્રાસ્પરેન્ટ નેલ પોલીસ સાથે મિક્સ કરો. બોટલને બરાબર શેક કરો અને બ્રશની મદદથી નેલ પૉલિશને નખ પર લગાવો. એક બે કલાક લગાવી રાખો તે બાદ ગરમ પાણીથી હાથ ધોઇ લો.

લસણ અને ઑલિવ ઓઇલ

એક બાઉલમાં એક ચમચી ઓલિવ ઓઇલ લો અને તેમા બે ક્રશ્ડ કરેલી લસણની કળીઓ ઉમેરી લો. તેમા થોડૂોક લીંબુનો રસ ઉમેરી લો. મિક્સ કરેલા મિશ્રણને બ્રશની મદદથી નખ પર લગાવો અને એક કાલાક બાદ હાથ ધોઇ લો.

આ પણ જુઓ : રાજકોટમાં પોલીસ જોઈને દોડતા એકનું મોત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન