Adding 1101 positive reports to Corona's infection graph today In Gujarat
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી, સુરતનો મોતનો આંકડો ભયાનક

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી, સુરતનો મોતનો આંકડો ભયાનક

 | 7:42 pm IST
  • Share

કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. રાજ્યમાં ગત કેટલાક દિવસથી કોરોનાનાં કેસ 1100થી વધુ આવી રહ્યા છે ત્યાં જ આજે પણ રાજ્યમાં કોરાનાનાં 1101 કેસ નોંધાયા છે. આવનારા સમયમાં નાગરીકો દ્વારા સોશ્યલ ડિસ્ટર્ન્સ અને માસ્કના નિયમોનો ચૂસ્ત અમલ ન થાય તો આ મહમારીને વધુ ભયાવહ સ્થિતિ તરફ જતા કોઈ જ રોકી નહી શકે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1101 પોઝિટિવ રિપોર્ટ ઉમેરતા ગુજરાતમાં કોવિડ-19ના કૂલ કેસોની સંખ્યા વધીને 63,675એ પહોંચી છે. વિતેલા 24 કલાકમાં સુરતમાં સૌથી વધુ 200થી વધુ કેસ મળ્યા છે. જ્યારે રાજ્ય વધુ 22 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 2487એ પહોંચ્યો છે. જ્યારે 805 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને માત આપી છે.

કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સુરત કોપોરેશન 209, અમદાવાદ કોપોરેશન 143, વડોદરા કોપોરેશન 81, રાજકોટ કોપોરેશન 80, ભાવનગર કોપોરેશન 46, મહેસાણા 43, જામનગર કોપોરેશન 40, સુરત 28, પંચમહાલ 27, ભાવનગર 26, જુનાગઢ 21, વલસાડ 20, ગાંધીનગર 19, જુનાગઢ કોપોરેશન 19, નવસારી 19, અમરેલી 17, દાહોદ 17, ખેડા 17, આણંદ 16, ભરૂચ 16, કચ્છ 16, બોટાદ 15, વડોદરા 15, ગીર સોમનાથ 14, રાજકોટ 14, છોટા ઉદેપુર 13, દેવભૂસ્મ દ્વારકા 13, અમદાવાદ 12, જામનગર 12, ગાંધીનગર કોપોરેશન 10, નર્મદા 10, સુરેન્દ્રનગર 10, પાટણ 9, મોરબી 8, સાબરકાંઠા 8, પોરબંદર 7, તાપી 4, બનાસકાંઠા 3, અરવલ્લી 1, મહીસાગર 1 કેસો મળ્યા છે.

આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં સુરતમાં સૌથી વધુ 12 દર્દીઓના મત્યુ થયાની પૃષ્ટી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ કોપોરેશન 2, ભાવનગર કોપોરેશન 2, વડોદરા કોપોરેશન 2, દેવભૂમિ દ્વારકા 1, ગાંધીનગર કોપોરેશન 1, પાટણ 1, રાજકોટ 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 22 લોકોના મોત નિપજ્યા છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 46,587 નાગરીકો સાજા થઈ ગયા છે. 2487ના અવસાન થયા છે. જ્યારે આજે સાંજની છેલ્લી સ્થિતિ મુજબ 14,601 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 81 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 14,520 સ્ટેબલ છે.

આ વીડિયો પણ જુઓ: ગુજરાતનો રિક્વરી રેટ 73%: CM

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન