modasa additional sessions court death sentence the accused of rape
  • Home
  • Gujarat
  • મોડાસા એડિશનલ સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, બળાત્કારના આરોપીને ફટકારી ફાંસી

મોડાસા એડિશનલ સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, બળાત્કારના આરોપીને ફટકારી ફાંસી

 | 9:53 pm IST

અરવલ્લીમાં બળાત્કારના કેસમાં આરોપીને ફાંસીની સજા ફટકારાઇ છે. મોડાસા એડિશનલ સેશન્સ કોર્ટનો આ ઐતિહાસિક ચુકાદો ગણવામાં આવી રહ્યો છે.બળાત્કારના કેસમાં દિનેશ વસાવા નામના આરોપીને ફાંસીની સજા થઇ છે.2014માં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ હતુ.

ચોકલેટ અપાવવાના બહાને બાળકી સાથે બળાત્કાર કર્યો હતો.અરવલ્લી જિલ્લામાં દુષ્કર્મ કેસમાં ફાંસીની સજાનો પ્રથમ કિસ્સો છે. ઉલ્લેખનિય છે કે અરવલ્લી જિલ્લામાં બળાત્કારના આરોપીને ફાંસીની સજા સંભળાવાઈ છે. મોડાસા એડિશનલ સેશન્સ કોર્ટે બળાત્કારના કેસમાં ફાંસીની સજા ફટકારી છે.

2014માં મોડાસાના લીંભોઈ ગામના નરાધમ દિનેશ વસાવાએ 8 વર્ષની બાળકી સાથે આ કૃત્ય આચર્યું હતું. આરોપી દિનેશ વસાવાએ બાળકીને ચોકલેટ આપવાના બહાને બોલાવી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ કેસમાં પોસ્કો અને દુષ્કર્મ કેસમાં મોડાસા સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે.

મહત્વનું છે કે અરવલ્લી જિલ્લાની રચના બાદ જિલ્લામાં પ્રથમ બળાત્કાર કેસમાં પ્રથમ વખત ફાંસીની સજા ફટકારાઈ છે.મોડાસા એડિશનલ સેશન્સ કોર્ટે આ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.