Address by Mohan Bhagwat at Sant Ishwar Sanman 2021 in Delhi
  • Home
  • India
  • જયશ્રી રામના નારાને લઈને મોહન ભાગવતનું સૂચક નિવેદન

જયશ્રી રામના નારાને લઈને મોહન ભાગવતનું સૂચક નિવેદન

 | 11:20 pm IST
  • Share

  • મોહન ભાગવતે દેશના વિકાસ અંગે પણ કરી ટકોર
  • મહાપુરુષો દેખાવમાં આપણા જેવા જ હોય છે: ભાગવત

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે મોટું નિવેદન આપ્યું છે. દિલ્હીમાં સંત ઇશ્વર સન્માન 2021 કાર્યક્રમને સંબોધતા આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું, આ દિવસોમાં અમે ખૂબ જ ઉત્સાહથી જય શ્રી રામનો નારો લગાવી છીએ. આમાં કંઈ ખરાબ નથી પરંતુ આપણે ભગવાન રામના પગલે પણ ચાલવું જોઈએ.

તેમણે કહ્યું, સ્વાર્થ છોડીને લોકોના ભલા માટે કામ કરવાનો માર્ગ મુશ્કેલ છે. વિશ્વના તમામ દેશોમાં જેટલા મહાપુરુષો થયા તેટલા આપણા દેશમાં માત્ર 200 વર્ષમાં થયા છે. તેમાંથી દરેકનું જીવન જીવનના સર્વાંગી માર્ગને આપણી આંખો સામે ઉજાગર કરે છે. પરંતુ જ્યારે રસ્તો ખુલ્લો થાય છે, ત્યારે તેના કાંટા પણ દેખાય છે, જે પછી આપણા જેવા લોકો હિંમત કરતા નથી.

શ્રી રામ જેવુ બનવુ પણ જોઈએ

ભાગવતે આગળ કહ્યું, લોકો આવા મહાપુરુષોની જન્મજયંતિ, તેમની પુણ્યતિથિ પર પૂજા કરશે, જય જયકાર આ બધું કરશે, જેમ આપણે અત્યારે જય શ્રી રામ મોટેથી બોલીએ છીએ, આપણે કહેવું જોઈએ, તેમાં કંઈ ખરાબ નથી, પરંતુ શ્રી રામ જેવુ બનવુ પણ જોઈએ. આપણને લાગે છે કે તેઓ તો ભગવાન હતા. અરે ભરત જેવા ભાઈને શ્રીરામ જ પ્રેમ કરશે, આપણે કેમ કરીશું, કારણ કે આપણે તો નથી કરી શકતા.

તેમણે તેમના સંબોધનમાં કહ્યું, આ સામાન્ય માણસની પ્રતિક્રિયા છે, તેથી તેના તેજમાં ઉજાગર થયેલ રસ્તા પર ચાલવાની હિંમત દેનાર આ લોકો હોય છે, જે દેખાવમાં આપણા જેવા જ હોય છે, તેઓ લોકોમાં અલૌકિક નથી હોતા અને કોઈપણ વસ્તુની અપેક્ષા નથી રાખતા અને શાંતિથી તેમનું કાર્ય કરે છે.

કાર્યક્રમ દરમિયાન મોહન ભાગવતે દેશના વિકાસ વિશે પણ કહ્યું, આ 75 વર્ષોમાં આપણે એટલો વિકાસ નથી કર્યો જેટલો થવો જોઈએ, જો આપણે દેશને આગળ લઈ જવાના માર્ગ પર ચાલીશું તો આગળ વધીશું, આ રસ્તા પર નથી ચાલ્યા એટલે આગળ નથી વધી શક્યા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો