સરનામું : કપલ, ત્રણ બાળક, ઘણા પશુ... છતાં પત્ર પહોંચી ગયો! - Sandesh
  • Home
  • World
  • સરનામું : કપલ, ત્રણ બાળક, ઘણા પશુ… છતાં પત્ર પહોંચી ગયો!

સરનામું : કપલ, ત્રણ બાળક, ઘણા પશુ… છતાં પત્ર પહોંચી ગયો!

 | 4:59 am IST

લંડન :

જો કોઇને સવાલ થાય કે, કોઇ પત્રને યોગ્ય સ્થાને પહોંચાડવા માટે સૌથી મહત્ત્વની બાબત શું છે ત્યારે કોઇ પણ સરનામાને જ પ્રધાન્ય આપશે. પરંતુ જો કોઇ પત્ર હજારો માઇલ દૂર, કોઇ સરનામા વિના યોગ્ય સ્થળે પહોંચી જાય તો શું વિશ્વાસ થશે ખરો? કદાચ નહીં, પરંતુ આ બાબત સત્ય છે અને તમારી વિચારધારા બદલી નાખશે. ઘટના આ વર્ષે માર્ચની જ છે. મે માસમાં પહેલીવાર સમાચાર સ્વરૂપે ઘટના બહાર આવી અને હવે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. જે ખરેખર આૃર્ય પમાડે તેવી છે. ડેન્માર્કની મહિલા રેબેકા કેથરિન કાદુ ઓસ્ટેનફેલ્ડ તે સમયે અચંબામાં પડી ગઈ જ્યારે તેને ઔઆઇસલેન્ડના પિૃમી શહેર બૂદાડાલા નજીક હોર્સ ફાર્મ પર એક પત્ર મળ્યો. કેથરિન તેના પતિ અને ત્રણ બાળકો સાથે અહીં રહે છે.

પત્રમાં કવર પર સરનામા અને મેળવનારાના નામના સ્થાને મોકલનારાએ પેનથી એક નકશો બનાવ્યો હતો. નકશાને જોઇ એવું લાગે કે, તેને જેવી સમજ પડી તેવો બનાવી દીધો છે. પત્રમાં સરનામાની જગ્યાએ લખ્યું હતું, ‘આઇસલેન્ડ શહેર, બૂદાડાલા, નામ : એક હોર્સ ફાર્મ, ડેનિસ કપલ ત્રણ બાળકો અને ઘણા પશુઓ.’ મોકલનારાએ મેપની બાજુમાં એમ પણ લખ્યું હતું કે, આ ડેનિસ મહિલા બૂદાડાલાના સુપર માર્કેટમાં કામ કરે છે. આ પત્ર આઇસલેન્ડના પાટનગર રિક્યાવિકથી એક પર્યટકે મોકલ્યો હતો જે ફાર્મમાં રોકાયો હતો પરંતુ તે કદાચ એડ્રેસ જાણતો નહોતો. ચોંકાવનારી વાત એ છે કે, આ પત્ર માર્ચ ૨૦૧૬માં યોગ્ય સ્થાને પહોંચી ગયો હતો. મે માસમાં પહેલીવાર ઔઆઇસલેન્ડની વેબસાઈટ સકેસસિહોર્ન પર આ બાબત સામે આવી હતી. ત્યારબાદથી તે કવરના ફોટા સાથે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગઈ હતી.

એક પત્ર તેના પહોંચવાના સ્થાને સરનામા વિના પણ પહોંચી ગયો તેનાથી સ્થાનિક લોકોને આૃર્ય નથી તેનાથી આઇસલેન્ડના નિષ્ણાતોને વધુ ચોંકાવનારું કાંઇ લાગતું નથી, તેમના મતે ઔઆઇસલેન્ડમાં કોઇના સરનામાને શોધવાનું એટલું મુશ્કેલ નથી જેટલું અન્ય દેશોમાં હોય છે. એનું કારણ દર્શાવતા તેમણે જણાવ્યું હતું કે, પત્રમાં જે રીતે લોકેશન દર્શાવ્યું હતું તે પ્રકારના લોકેશન વધારે પ્રમાણમાં હોતા નથી. જુજ લોકો જ આવા વિસ્તારોમાં રહેતા હોવાથી મુશ્કેલી પડતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન