Adelaide Become Permanent Day-Night Test: CA
  • Home
  • Sports
  • Cricket
  • એડિલેડ ટેસ્ટમાં ક્રિકેટ ઑસ્ટ્રેલિયા આવી ગયું ટેન્શનમાં, BCCIને કરી આ ખાસ અપીલ

એડિલેડ ટેસ્ટમાં ક્રિકેટ ઑસ્ટ્રેલિયા આવી ગયું ટેન્શનમાં, BCCIને કરી આ ખાસ અપીલ

 | 3:17 pm IST

ભારતની વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝની પહેલી મેચમાં દર્શકોની કમીને જોતા ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ) પરેશાન છે. તેમણે બીસીસીઆઈને ડે-નાઇટ ટેસ્ટના વિરોધ પર ફરી વિચારણા કરવાની અપીલ કરી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ શુક્રવારના રોજ કહ્યું કે તેમણે આગળની મેચ માટે એડિલેડમાં દુધિયા રોશનીમાં રમવી જોઇએ. ઓસ્ટ્રેલિયાના અધિકારીઓએ કહ્યું કે ટેસ્ટના પહેલાં દિવસે મેદાનમાં 23802 દર્શક પહોંચ્યા, જે 2013મા આ મેદાનના ફરીથી નિર્માણ બાદ સૌથી ઓછા છે. આ ચિંતા કરનારી વાત છે.

ક્રિકેટ ઑસ્ટ્રેલિયાના મુખ્ય કાર્યકારી અધિકારી કેવિન રોબર્ટસને જ્યારે પૂછયું કે શું દર્શકોની ઓછી સંખ્યાએ તેમને એ વાત માટે પ્રેરિત કર્યા કે એડિલેડમાં ટેસ્ટ ક્રિકેટ ડે-નાઇટમાં રમાડવામાં આવે, તો તેમણે કહ્યું કે બિલકુલ પ્રશંસક શું ઇચ્છે છે આ ઘણું અગત્યનું છે અને તેની હાજર એ બતાવી પણ રહ્યું છે. પાછલા વર્ષોમાં અહીં મોટી સંખ્યામાં દર્શક હાજર છે.

ક્રિકેટ ઑસ્ટ્રેલિયાના મતે ગયા વર્ષે આ મેદાનમાં અશેજની પહેલી મેચ માટે 55000, આની પહેલાં દક્ષિણ આફ્રિકાની વિરૂદ્ધ મેચ માટે 32255 અને ન્યૂઝીલેન્ડની વિરૂદ્ધ ટેસ્ટના પહેલાં દિવસે મેદાનમાં 47,441 દર્શક હાજર હતા.

ગુરૂવારના રોજ દર્શકોની આ સંખ્યા ચાર વર્ષ પહેલાં ભારતની વિરૂદ્ધ અહીં રમાયેલ મેચના પહેલાં દિવસ કરતાં પણ ઓછી હતી. એ મેચમાં 25619 દર્શક મેદાનમાં હાજર હતા. તેમણે કહ્યું હતું કે તેમાં કોઇ શંકા નથી કે ડે-નાઇટ ટેસ્ટના પ્રશંસક અમારાથી દૂર થયા છે. આપણે એડિલેડમાંફરીથી ડે-નાઇટ ટેસ્ટ મેચની તરફ પાછું ફરવું જોઇએ.

રૉબર્ટસે કહ્યું કે તેમને આશા છે કે બીસીસીઆઈ 2020-21મા ઑસ્ટ્રેલિયાના આગળની મેચ માટે ડે-નાઇટ માટે તૈયાર થશે. તેમણે કહ્યું કે અમે એવી જ આશા વ્યક્ત કરી રહ્યાં છીએ. અમે એક વખતમાં એક પગલું ભરીશું. અમે માનીએ છીએ કે ટેસ્ટને લઇ તેમનો દ્રષ્ટિકોણ અલગ છે. આશા છે કે પ્રશંસકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને આપણે ડે-નાઇટ ટેસ્ટમાં રમી શકીએ છીએ.