adelaide Test: A big controversy over Winning Catch after India's victory
  • Home
  • Sports
  • Cricket
  • એડિલેટ ટેસ્ટ: ભારતની જીત બાદ વિનિંગ કેચ પર થયો મોટો વિવાદ

એડિલેટ ટેસ્ટ: ભારતની જીત બાદ વિનિંગ કેચ પર થયો મોટો વિવાદ

 | 11:11 am IST

એડિલેડમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 31 રનથી હરાવીને 10 વર્ષ બાદ ત્યાં જીત નોંધાવી છે. અંતિમ વખત ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં વર્ષ 2008માં અનિલ કુંબલેની કપ્તાનીમાં કોઇ ટેસ્ટ મેચ જીતી હતી. ભારતીય ટીમ જ્યારે આ મેચમાં મળેલી ઐતિહાસિક જીતનો જશ્ન મનાવી રહી હતી. તે સમયે આ મેચમાં અંતિમ વિકેટના કેચ પર વિવાદ થયો હતો.

જોકે, આર અશ્વિનની બોલ પર હેજલવુડનો કેચ કેએલ રાહુલે પકડ્યો અને ભારતની આ મેચમાં જીત નોંધાવી છે. પરંતુ હવે આ કેચ પર વિવાદ ઉભો કરીને ઓસ્ટ્રેલિયાની મીડિયાએ આ જીત પર સવાલ ઉઠાવવાની કોશિશ કરી છે. ઓસ્ટ્રેલિયાએ છેલ્લા કેચનો વીડિયો શેર કરીને લખ્યું કે શુ છેલ્લો કેચ ક્લીન હતો. આ વીડિયો શેર કર્યા બાદ ફેન્સ દ્વારા નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયા મીડિયાએ અંતિમ કેચ પર નારાજગી વ્યક્ત કરી છે. તેમને ટ્વીટર પર લખ્યું છે કે ખોટો ખેલાડી બનવા નથી માંગતો પરંતુ અંતિમ કેચના કેટલાક રિપ્લે જોવા માંગુ છું. એક અન્ય પત્રકારે ટ્વીટ કરીને કહ્યું છે કે શુ આપણે અંતિમ કેચ સાથે સહમત છીએ. મેં માત્ર મોબાઇ પર રીપ્લે જોયા છે.

તે સિવાય પૂર્વ ઓસ્ટ્રેલિયા ક્રિકેટર અને કમેન્ટર ડીન જોંસે પણ અંતિમ કેચ પર સવાલ ઉઠાવતા આ એક કેચનો વીડિયો રિટ્વીટ કર્યો છે. જોંસે લખ્યું છે કે મારું કહેવું છે કે અમ્પાયરોએ આ કેચને જોવાની જરૂર છે. તે લોકોએ ચેક કરવાની જરૂર છે કે આ નો બોલ તો નથી. દરેક વિકેટમાં આ ચેક કરવામાં આવે છે તો આ કેચ કેમ ચેક કરવામાં ન આવે. ડીન જોંસના આ ટ્વીટ બાદ ભારતીય ફેન્સે નારાજગી વ્યકત કરી , તેની થોડીક વાર બાદ જોંસે ટ્વીટ કરીને કેચને યોગ્ય છે. તેમને લખ્યું કે મે આગળથી કેચ જોયો. દરેક વસ્તુ યોગ્ય છે. ભારતની ટીમ સારી રીતે રમી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન