ગુજરાતીઓએ અધિક માસના અંતિમ દિવસે આવી રીતે લગાવી શ્રદ્ધાની ડુબકી, જુઓ Photos - Sandesh
  • Home
  • Featured
  • ગુજરાતીઓએ અધિક માસના અંતિમ દિવસે આવી રીતે લગાવી શ્રદ્ધાની ડુબકી, જુઓ Photos

ગુજરાતીઓએ અધિક માસના અંતિમ દિવસે આવી રીતે લગાવી શ્રદ્ધાની ડુબકી, જુઓ Photos

 | 9:44 am IST

 

અધિક માસના અંતિમ દિવસે ડુમસ સ્થિત દરિયા ગણેશજીના મંદિર પાછળ દરિયા કિનારે અને તાપીનદીના સંગમ સ્થાને સ્નાન કરવા ભક્તોની ભીડ ઊમટી પડી હતી. તાપી નદીમાં પાણી ઓછું હોવાથી ડુમસ દરિયા કિનારે સ્નાન કરી ભાવિક ભક્તોએ ધન્યતા અનુભવી હતી. સવારથી લઇને સાંજ સુધી હજારો ભક્તો દરિયા ગણેશ મંદિર પાસે સ્નાન માટે ઊમટી પડયાં હતા. અધિક માસ પૂરો થતાની સાથે જ ગુરુવારથી લગ્નોના મુહૂર્ત શરૃ થઇ જશે. ૧૮મી જૂનથી લઇને ૧૫મી જુલાઇ સુધી લગ્નના મુહૂર્ત છે. આ ઉપરાંત કામરેજ સ્થિત ગલતેશ્વર ખાતે પણ સ્નાન કરવા ભક્તોએ પડાપડી કરી હતી.