Adhir Ranjan Chowdhury will be Congress Leader in Loksabha
  • Home
  • Featured
  • કોંગ્રેસ રમી શકે છે મોટો દાવ, લોકસભામાં આ દિગ્ગજને બનાવી શકે છે પાર્ટી નેતા

કોંગ્રેસ રમી શકે છે મોટો દાવ, લોકસભામાં આ દિગ્ગજને બનાવી શકે છે પાર્ટી નેતા

 | 1:03 pm IST

લોકસભામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાનું પદ છોડવા પર અડી ગયા છે. અને કોંગ્રેસના સંસદીય દળના નેતા તરીકે સોનિયા ગાંધીને ચૂંટવામાં આવ્યા છે. તેવામાં હવે તમામની નજર લોકસભામાં કોંગ્રેસના નેતા પદ પર છે. જો કે, જરૂરી આંકડો ન હોવાને કારણે કોંગ્રેસને નેતા વિપક્ષનું પદ મળી શકશે નહીં.

સુત્રોનું માનીએ તો આ માટે ત્રણ નામો સામે આવ્યા છે. જેમાં મનિષ તિવારી, શશિ થરુર અને અધીર રંજન ચૌધરી છે. આ ત્રણેય નેતાઓ હિન્દી અને અંગ્રેજીમાં પોતાની વાત સારી રીતે મુકી શકે છે. તેમાં પહેલું નામ મનિષ તિવારીનું છે. જે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના અધ્યક્ષ રહી ચૂક્યા છે. મનિષ કેન્દ્રમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. અને બીજી વાર સાંસદ બન્યા છે. તો શશિ થરુર ત્રીજી વાર સાંસદ બન્યા છે. કેન્દ્રમાં મંત્રી પણ રહેલાં છે. પણ તેમના ઘણાં નિવેદનો વિવાદમાં રહ્યા છે. અને પત્નીની હત્યાના આરોપનો મામલો હજુ તેમનાં પર ચાલી રહ્યો છે.

આ ઉપરાંત ત્રીજું નામ બંગાળના બહરામપુરથી 5મી વખત સાંસદ બનેલાં અધીર રંજન ચૌધરીનું છે. તે બે વખત ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. અને કેન્દ્રમાં મંત્રી પણ રહેલાં છે. ચૌધરીને લડાકુ નેતા માનવામાં આવે છે. મમતા સામે તેમની લડાઈ જગજાહેર છે. અને મમતાના વિરોધને કારણે લોકસભા ચૂંટણી પહેલાં તેઓને પ્રદેશ અધ્યક્ષ પદેથી હટાવી દેવાયા હતા.

પણ કોંગ્રેસ હવે સંદેશ આપવા માગે છે કે, તે જમીન સાથે જોડાયેલાં અને રાજનીતિમાં ખુલીને લડાઈ કરતાં નેતાઓ સાથે છે. જો વરિષ્ઠતાની વાત કરીએ તો, લોકસભામાં અધીર સિવાય ફક્ત સોનિયા ગાંધી પાંચ વખત અને કેરળના સુરેશ 6 વખત સાંસદ બન્યા છે. પણ સુરેશ સારું હિન્દી બોલી શકતા નથી. તેથી વરિષ્ઠતાના હિસાબે નેતા પદની રેસમાં અધીર ખૂબ જ આગળ છે.

તેવામાં અધીર રંજન ચૌધરીને લોકસભામાં નેતા પદ માટે મનિષ તિવારી અને શશિ થરુરથી આગળ નજર આવી રહ્યા છે. રવિવારે થયેલ સંસદીય દળની બેઠકમાં કોંગ્રેસલોકસભા સાંસદોમાં અધીર રંજનને મોકલીને આડકતરો સંકેત પણ આપ્યો છે. તો બેઠકમાં પીએમ મોદીએ પણ કહ્યું કે, અધીર મોટો યોદ્ધા છે.

અધીર રંજન ચૌધરીને નેતા પદ મળશે, તોકેરળના સાંસદ સુરેશને લોકસભામાં પાર્ટીનું ઉપનેતા પદ પણ અપાઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન