adhyayan suman on rumors says this is so wrong and shameful
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • આત્મહત્યાની અફવા ફેલાવનારાઓ પર ભડક્યો અધ્યયન સુમન, કહ્યુ કે તો શુ…

આત્મહત્યાની અફવા ફેલાવનારાઓ પર ભડક્યો અધ્યયન સુમન, કહ્યુ કે તો શુ…

 | 12:02 pm IST
  • Share

અભિનેતા અધ્યયન સુમનને (adhyayan suman )લઇને સોશિયલ મીડિયા (Social Media) પર ખોટા સમાચાર (Fake News) ફેલાયા હતા. કોઇએ સમાચાર ફેલાવ્યા હતા કે અધ્યયન સુમને આત્મહત્યા કરી લીધી છે. આ અફવાએ એટલુ જોર પકડ્યું કે અધ્યયનના પિતા અભિનેતા શેખર સુમનને (Actor Shekhar Suman) મેદાનમાં આવવુ પડ્યુ.

અભિનેતાએ કહ્યુ કે ખુબજ શરમજનક વાત છે કે તમે કોઇ જીવતી જાગતી વ્યક્તિની આવી વાતો ફેલાવો છો. જ્યારે અધ્યયનને આ અંગે પુછવામાં આવ્યુ તો તેણે કહ્યુ કે આવું જુઠાણુ ફેલાવનારને તો જરૂર સજા થશે. તેમના વિરૂદ્ધ કાયકીય કાર્યવાહી કરીશ.

અભિનેતા અધ્યયન સુમનનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે ગુસ્સામાં તમતમીને કહે રહ્યો છે મે આત્મહત્યા કરી લીધી છે તો શું આ મારૂ ભૂત વાત કરી રહ્યુ છે? ભાઇ આ ખુબજ શરમજનક વાત છે. આ સમાચાર ફેલાયા ત્યારે હું દિલ્હીમાં હતો. મારા પર લોકોએ ફોન કરવાના શરૂ કર્યા. મે તો થાકીને કેટલાક લોકોના ફોન પણ નથી ઉપાડ્યા.

અધ્યયન આગળ કહે છે કે મારી મમ્મી ખુબજ ડરી ગઇ હતી તેમને વિશ્વાસ નથી બેસતો કે આવુ પણ કોઇ કરી શકે. મારી માતા હજુ ડરેલી છે મે ફોન પર મમ્મીને કહ્યુ પણ ખરૂ કે આવી વાતોથી હું પણ હેરાન પરેશાન છુ. હજુ પણ લોકો મને ફોન કરી રહ્યા છે બોલો.

અધ્યયન કહે છે કોઇના માતા-પિતાને સમાચાર મળે કે તમારા પુત્રએ આત્મહત્યા કરી લીધી છે તેમના પર શું વિત્યુ હશે કલ્પના કરી શકો છો તમે? આ કેટલી ખરાબ વાત છે. હું શું કામ આત્મહત્યા કરૂ? મારા જીવનમાં કોઇ સમસ્ય નથી હું ખુશ છુ. મહેનત કરી રહ્યો છુ. આત્મહત્યા કરવી એ શું સારી વાત છે? હું તો ઇચ્છુ કે કોઇ આત્મહત્યા ન કરે. શરમ કરો આવી વાતો ફેલાવતા કોઇની જિંદગીનો સવાલ છે.

થોડા સમય પહેલા એક ન્યુઝ ચેનલે અભિનેતા અધ્યયન સુમને આત્મહત્યા કરી લીધી છે તેવા સમાચાર ફેલાવી દીધા હતા. આ સમાચાર જોઇને અધ્યયનનો પરિવાર દુ:ખી થઇ ગયો હતો. અભિનેતા આ સમયે દિલ્હી હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન