adhyayan suman speaks on nepotism movie mafia and groupism
  • Home
  • Entertainment
  • Bollywood
  • સુપરસ્ટારના સંતાનનો ભયંકર ખુલાસો, માફિયાએ 14 ફિલ્મોની પથારી ફેરવીને 9 વર્ષ સુધી મને…

સુપરસ્ટારના સંતાનનો ભયંકર ખુલાસો, માફિયાએ 14 ફિલ્મોની પથારી ફેરવીને 9 વર્ષ સુધી મને…

 | 4:05 pm IST

સુશાંત સિંહના નિધન બાદ બોલિવૂડમાં એક અલગ જ પ્રકારનું યુદ્ધ શરૂ થઈ ગયું છે. બધા સેલેબ્રિટી પોતાની આપવીતી સંભળાવી રહ્યા છે. હવે અધ્યયન સુમને ઈન્ડસ્ટ્રીના કેટલાય રહસ્યો ખોલ્યા છે. શેખર સુમનના દીકરા અધ્યયન સુમને પણ એ વાત સ્વીકારી કે બોલિવૂડમાં માફિયા ગેંગનુ રાજ છે. તેણે 2008માં બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. અધ્યયન સુમને કહ્યું કે લોકોએ ભીડને ફોલો ન કરવી જોઈએ. આપણે અહીં જ નહીં, બધે જ નેપોટિઝમ છે. વાત એમ છે કે અહીં માફિયાગીરી, ગૃપનું બનવું અને ત્યાં અમને લોકોને આવવા દેવામાં નથી આવતા. માત્ર આઉટસોર્સ જ નહી, સ્ટારકિડ સાથે પણ આવું થાય છે.

આગળ અધ્યયન સુમને વાત કરી કે ક્યાંક ને ક્યાંક દર્શકોને પણ દોષ આપવો જોઈએ. હકીકત એવી જ છે કે દર્શકોએ જ તેને ઉંચા ચડાવ્યા અને આ લોકો વધારે મોટા માફિયા બનતા ગયા. હું સ્ટારડકિડ હોવા છતાં પણ એનો શિકાર બની ગયો છે. હું એ વ્યક્તિનું નામ નહીં લઉં, પણ એણે મને પર્સનલ નંબર આપ્યા બાદ પણ એણે મારો ફોન ક્યારેય ન ઉપાડ્યો. એટલે એવું નથી હોતું કે આવું માત્ર આઉટસોર્સના લોકો સાથે જ થાય. મારા પિતાએ જીવનમાં ઘણું મેળવ્યું. પણ મારો ફોન 9 વાગ્યા સુધી ન ઉપાડ્યો.

આગળ વાત કરતાં અધ્યયન સુમને કહ્યું કે, આઉટસોર્સ પર પ્રેશર નથી હોતું. સ્ટારકિડ પર હોય છે. મને પણ એક-બે વખત આ માફિયા ગેંગએ તેના સર્કલમાં આમંત્રિત કર્યો હતો. પરંતુ મે ત્યાં ડ્રગ અને પાગલપન જોયું તો તેનાથી દુર રહેવાનો જ નિર્ણય કર્યો. મારી બીજી ફિલ્મ ન ચાલ્યા બાદ મને કોઈને ન બોલાવ્યો. આ મારી જ કહાની છે. ઈન્ડસ્ટ્રી ત્યાં સુધી જ તમારો પરિવાર છે જ્યાં સુધી તમે ચાલો છો. જ્યારે તમે ફ્લોપ થઈ જશો તમને દુર ફેંકી દેશે. મારી પહેલી ફિલ્મ હિટ થઈ ત્યારે બધાએ દિકરો કઈને બોલાવ્યો. બે ફિલ્મ ફ્લોપ થઈ પછી મારો ફોન ઉપાડવાનો પણ બંધ થઈ ગયો. મને પણ આત્મહત્યા કરવાનો વિચાર આવતો હતો.

અધ્યયન સુમને વાત કરી કે, મારી 14 ફિલ્મ બંધ થઈ ગઈ કે જે ખરેખર મોટી હતી. પરંતુ હું શું કરુ અત્યારે રડવા બેશું? મારો કોઈ ભરોષો નહીં કરે. કહેશે કે ફ્લોપ થયો તો બકવાસ કરે છે. મુવી માફિયાના કારણે ફિલ્મ રીલિઝ થઈ નહીં અને મારા 15 કરોડ રૂપિયા ધોવાઈ ગયા. અમને સ્કીન ન મળી તો ઓડિયન્સ સુધી પહોંચી જ નહીં.

આ વીડિયો પણ જુઓ: બોટાદમાં વીજળી પડતા 3 લોકોના મોત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન