આંતકી ડારનાં ઘરે મુબારકબાદી આપવા ઊમટ્યા લોકો, જાણો શું કહ્યું આદિલના પિતાએ? - Sandesh
  • Home
  • India
  • આંતકી ડારનાં ઘરે મુબારકબાદી આપવા ઊમટ્યા લોકો, જાણો શું કહ્યું આદિલના પિતાએ?

આંતકી ડારનાં ઘરે મુબારકબાદી આપવા ઊમટ્યા લોકો, જાણો શું કહ્યું આદિલના પિતાએ?

 | 8:25 pm IST

પુલવામા હુમલામાં CRPFના કાફલા સાથે કાર અથડાવીને પોતાની જાતને ફૂંકી મારનાર આતંકી આદિલ ડાર રાતોરાત આતંકીઓ અને દેશદ્રોહીઓ માટે હીરો બની ગયો છે. પુલવામા ખાતે જમ્મુ-કાશ્મીર હાઇવે પર તેણે આત્મઘાતી હુમલો કરતાં CRPFના 40 જવાનો શહીદ થયા હતા.

આદિલ ડાર ત્રીજા ગ્રેડનો લો પ્રોફાઇલ આતંકી હતો. અગાઉ સુરક્ષાજવાનો પર પથ્થરમારો કરવાની ઘટનામાં તેનું નામ ઊછળ્યું હતું, તેણે જ્યાં વિસ્ફોટ કર્યો ત્યાંથી તેનું વતન માત્ર 15થી 20 કિ.મી. દૂર હતું, તે કાકાપોરા ગામનો રહીશ હતો. ડારનાં મોત પછી તેના પિતા ગુલામહસન ડાર સમક્ષ શોક વ્યક્ત કરવા કાશ્મીરનાં લોકો ઊમટી રહ્યાં હતાં. કેટલાંક શોક વ્યક્ત કરતાં હતાં તો કેટલાંક તેના પિતાને મુબારકબાદી આપતા હતા.

આદિલના પિતાએ કહ્યું હતું કે તેને પણ 40 જવાનોની શહીદીનું દુઃખ છે, તેમણે સરકારને સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા અપીલ કરી હતી. ગયા વર્ષે 18 માર્ચથી આદિલ ગુમ થયો હતો, તેને પાછો લાવવા ઘણા પ્રયાસો કરાયા હતા પણ આખરે તે આતંકી બની ગયો હતો, તેનો પરિવાર ઠીકઠીક સધ્ધર હોવાથી તેણે પૈસા માટે આ ઘાતકી કૃત્ય કર્યું ન હોવાનું પરિવારના સભ્યે જણાવ્યું હતું. આદિલનું ગામ આતંકીઓનો ગઢ રહ્યું હતું તેથી આતંકી સંગઠનોએ આ ગામના અનેક યુવાનોને ભારતવિરોધી ઝેર ઓકીને આતંકી બનાવ્યા હતા. લશ્કર-એ-તોયબાનો અબુ દુજાના પણ આ ગામનો હતો, જોકે તે એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન