અદિતિ એડલ્ટ કોમેડી કરવા નથી માગતી - Sandesh

અદિતિ એડલ્ટ કોમેડી કરવા નથી માગતી

 | 3:24 am IST

મુંબઇ : સિનેમામાં સેક્સ કોમેડી જોનરનો અલગ વર્ગ છે અને ઘણી સેક્સ કોમેડી ફિલ્મો બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરતી હોય છે. પરંતુ બોલિવૂડમાં સેક્સ કોમેડીના નામે મહિલાઓની મજાક ઉડાડાય છે તેમ અદિતિનું માનવું છે. આ અંગે વઝીર ફિલ્મની એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરીનું કહેવું છે કે તે આવી એડલ્ટ કોમેડી કે સેક્સ કોમેડીમાં કામ કરવા ચાહતી નથી. આ અંગે અદિતિનું કહેવું છે કે, હું ભારતીય સિનેમામાં ક્યારેય સેક્સ કોમેડી નહીં કરું. હું મહિલાઓની વિરુદ્ધમાં હોય તેવી કોઇ ફિલ્મમાં કામ કરવા ચાહતી નથી. અદિતિ આગામી ફિલ્મ ધ લેજેન્ડ ઓફ માઇકલ મિશ્રામાં અરશદ વારસી અને બોમન ઇરાની સાથે ચમકવાની છે ત્યારે પહેલીવાર તે આ કોઇ કોમેડી ફિલ્મનો ભાગ બનશે.  કોમેડી રોલ વિશે એક્ટ્રેસનું કહેવું છે કે અરશદ અને બોમન ઇરાનીની કોમિક ટાઇમિંગ જબરદસ્ત છે. જ્યારે મારો આ પહેલો અનુભવ હોવાથી મને થોડી અસહજતા થતી પરંતુ આ જુદા રોલમાં કામ કરવાની મજા આવી. અદિતિનું કહેવું છે કે એક્ટિંગએ એક એવું ક્ષેત્ર છે જ્યાં તમે સતત નવું અને શ્રેષ્ઠ કરી શકો છો. હું લોકો શું કહે છે તેના કરતાં કેટલું સારું પર્ફોર્મન્સ આપું છું તેના પર વધારે ધ્યાન આપું છું. આથી જ સ્પર્ધાત્મક ક્ષેત્રમાં હું સતત મારો ગ્રોથ થાય તેના પર ભાર આપું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન