અદિતિ અમેરિકામાં કેદ છે, કોઈ જ વિકલ્પ નથી! અદિતિ ભાટિયા - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • અદિતિ અમેરિકામાં કેદ છે, કોઈ જ વિકલ્પ નથી! અદિતિ ભાટિયા

અદિતિ અમેરિકામાં કેદ છે, કોઈ જ વિકલ્પ નથી! અદિતિ ભાટિયા

 | 12:45 am IST

કોરોના વાઈરસના કારણે દેશ-વિદેશમાં લોકડાઉનની સ્થિતિ છે. ભારતમાં પણ લોકડાઉનની સ્થિતિ છે. ત્યારે કેટલાક ફિલ્મી અને ટીવી સ્ટાર વિદેશમાં ફસાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ લિસ્ટમાં સિરિયલ યે હૈ મોહબ્બતેની અભિનેત્રી અદિતિ ભાટિયા પણ છે. અદિતિ ભાટિયા અમેરિકાના લોસ એન્જલસમાં ફસાઈ છે. અદિતિએ ત્યાંથી એક વીડિયો શેર કર્યો છે. જે સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થયો છે. પોતે અમેરિકામાં ફસાઈ ગઈ હોવાની વાત આ વીડિયોથી જાહેર કરી હતી. અદિતિએ આ વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં તે તેનું રૂટિન ફોલો કરી રહી છે. સાથે જ એ કહી રહી છે કે, ઘરમાં કેદ થઈને તે ખૂબ જ કંટાળી ગઈ છે. વીડિયો શેર કરતા અદિતિએ લખ્યું છે કે, ક્વોરન્ટાઈને મને આમ કરવા મજબૂર કરી છે, પરંતુ તમે મને સોશિયલ મીડિયામાં જરૂર ફોલો કરી શકો છો. કોરોના વાઈરસના કારણે ભારતમાં રેલ અને હવાઈસેવા બંધ છે. આવી સ્થિતિમાં અદિતિ અમેરિકામાં ફસાઈ છે. એ ઘરે આવવા માગે છે પણ આવવા માટે કોઈ વિકલ્પ નથી. એટલે સોશિયલ મીડિયામાં વિવિધ વીડિયો શેર કરીને તેના ફેન્સને અપડેટ આપતી રહે છે. અદિતિ ભાટિયા એકતા કપૂરની ટીવી સિરિયલ યે હૈ મોહબ્બતેમાં રૂહી ભલ્લાની ભૂમિકા ભજવી ચૂકી છે. કોરોના વાઈરસના લીધે દેશ-વિદેશમાં શૂટિંગ રદ કરી દેવાયાં છે. એટલે અદિતિ અમેરિકામાં અટવાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન