aditi rao hydari Said bollywood also has a beautiful side
  • Home
  • Featured
  • PHOTOS: બોલિવૂડની ભારે ટીકા વચ્ચે અદિતિએ આપ્યું મોટું નિવેદન, કહ્યું- ભૂલ બધાથી થાય…

PHOTOS: બોલિવૂડની ભારે ટીકા વચ્ચે અદિતિએ આપ્યું મોટું નિવેદન, કહ્યું- ભૂલ બધાથી થાય…

 | 6:33 pm IST

હાલમાં સુશાંત કેસમાં બોલિવૂડમાં નેપોટિઝમને લઈને મુદ્દો ભારે ઉછળ્યો છે. ત્યારે બોલિવૂડ પણ બે ભાગમાં વહેંચાય ગયું છે. એવામાં અભિનેત્રી અદિતિ વાર હૈદરીનું માનવું છે કે ઈન્ડસ્ટ્રીમાં એક સુંદર સાઈડ પણ છે. અદિતીએ કહ્યું કે, મને વિશ્વાસ છે કે એક દિવસ આ બધું સોલ્વ થઈ જશે. કોઈ પણ ઈન્ડસ્ટ્રી દોષ રહિત નથી હોતી. આપણે બધા માણસો છીએ અને ભૂલ કરીએ છીએ. અમારા પણ ખામીઓ છે પરંતુ એટલું ચોક્કસ છે કે આ ઈન્ડસ્ટ્રીમાં એક સારી બાજુ પણ છે.

અદિતિએ કહ્યું કે, અમે બધા એકસાથે છીએ. અમે વફાદાર છીએ. અમે બધા ઉભા છીએ. લોકો ભલે કઈ પણ બોલે અમે તો એકસાથે જ ઉભા રહીશુ. અદિતિનું કહેવું છે કે ભલે હું બહારની છું પણ મને લોકો આવું કહે તો ગમતું નથી. અદિતિએ કહ્યું કે મને કોઈ સવાલ હશે તો હું ગમે તેને ફોન કરી શકું છું અને એ મારી મદદ પણ કરશે. ત્યારે હાલમાં અદિતિના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન