આદિત્ય અને મારી જોડી શાહરુખ-કાજોલ જેવી છે : શ્રદ્ધા કપૂર

176

ભટ્ટ કેમ્પની ફિલ્મ ‘આશિકી-૨’ સફળતા પામી હતી, ઉપરાંત તેણે કમાણીના પણ અનેક રેકોર્ડ કર્યા હતા. જ્યારે શ્રદ્ધા કપૂર અને આદિત્ય રોય કપૂરની જોડી માટે એક નવો રસ્તો પણ ખોલી દીધો હતો. આ ફિલ્મમાં શ્રદ્ધા અને આદિત્યની કેમિસ્ટ્રીએ લોકોને એટલા પસંદ કર્યા હતા કે તેમની જિંદગીના તાર પણ જોડાઈ ગયા હતા. પરંતુ બંનેએ પોતાની રિલેશનશિપની વાતોને નકારી દીધી હતી. હવે ફરી એક વાર આ જોડી દિગ્દર્શક શાદ અલીની ફિલ્મ ‘ઓકે જાનુ’માં એક સાથે પડદા પર દેખાશે. શ્રદ્ધાએ પોતાની આદિત્યની સાથેની જોડીની તુલના શાહરુખ અને કાજોલની જોડી સાથે કરી હતી. શ્રદ્ધા કપૂર મુજબ, એવી બહુ ઓછી જોડી હોય છે, જેને દર્શક પસંદ કરતા હોય છે. મને એવું લાગે છે કે અમારી જોડી શાહરુખ-કાજોલ અને વહીદા રહેમાન-ગુરુદત્ત જેવી પોપ્યુલર બનતી જાય છે. દર્શકો અમને તેમની જેમ પસંદ કરે છે. ‘આશિકી-૨’માં ઓન સ્ક્રીન અમારી જોડીને દર્શકોને બહુ પસંદ પડી હતી, આથી લોકોને અમારી જોડી પાસેથી અપેક્ષાઓ વધી ગઈ છે. ‘ઓકે જાનુ’ ૧૩ જાન્યુઆરીએ રિલિઝ થનારી છે.