Aditya Birla's Asset Allocator Fund returned 24 percent
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને કરી દીધા માલામાલ, આપ્યું આટલા ટકા રિટર્ન

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને કરી દીધા માલામાલ, આપ્યું આટલા ટકા રિટર્ન

 | 10:35 am IST
  • Share

કોરોના (Corona)ના કારણે વર્ષ 2020 એક ચોંકાવનારૂ વર્ષ રહ્યું છે. આ વર્ષ દરમિયાન શેર બજારો (Share Markets)માં ઉતાર ચઢાવ સાથે તેજી પણ જોવા મળી. આના જેવી તેજી પહેલા ક્યારેય જોવા મળી નહોતી. વિવિધ અસેટ ક્લાસ(Asset Class) અને ફન્ડ્સ(Funds) પ્રદર્શનનાં ઉતાર ચઢાવમાં એક શિખવા એ મળ્યું કે બજારમાં કોઈ પણ સમયે ડાઈવર્સિફિકેશન (Diversification) અને અસેટ અલોકશન (Asset Allocation) શું મહત્વ રાખે છે.

કોઈપણ એક અસેટ ક્લાસમાં વધુ રોકાણ ન કરો

નિષ્ણાતોનું કહેવુ છે કે, રોકાણકારોએ કોઈ એક એસેટ ક્લાસમાં બહુ વધારે રોકાણ કરતા બચવુ જોઈએ. તેના કરતા અસેટ અલોકેશન કે ડાઈવર્સિફિકેશનનું પાલન કરો અને બધા અસેટ ક્લાસમાં રોટેટિંગનો ફાયદો લો. જેમા માર્કેટ સાઈકલની હેઠળ અસેટ ક્લાસની લીડરશિપ બદલતી રહે છે.

ફંડની પસંદગી પડકાર ભર્યું કામ

કોઈ સામાન્ય રોકાણકાર માટે અસેટ અલોકેશન અને ફંડની પસંદગી એક પડકારજનક કાર્ય હોઈ શકે છે. કારણ કે તેમાં ઓપરેશનલ મુદ્દાઓ, ટેક્સનો ખર્ચ, રોકાણ બજેટ અને અન્ય વસ્તુઓ છે. આને લીધે આ નિર્ણય કરવામાં મુશ્કેલી આવી શકે છે કે કેવી રીતે રોકાણ કરવું અને અસેટ ક્લાસેસમાં ફાયદો મેળવે. કેવી રીતે તમામ મ્યુચ્યુઅલ ફંડની સ્કિમની પસંદગી કરવી અને તમને રી બેલેસિંગ કરે અને તેની સમીક્ષા કરવી.

અસેટ એલોકેટર ફંડ સારો વિકલ્પ

તેના માટે અસેટ એલોકેટર ફંડ એક ઉત્તમ જવાબ છે. તે બધી અસેટ ક્લાસમાં તમારે રોકાણ લગાવે છે. આવા ફંડોમાં આદિત્ય બિરલાનો એસેટ એલોકેટર ફંડ ઓફ ફંડ અસેટ અલોકેશન અને ફંડની પસંદગી માટે વન સ્ટોપ સોલ્યુશન પ્રદાન કરે છે. વધુ સારા વળતર આપવા માટે તે સંતુલિત રીતે પોર્ટફોલિયો બનાવે છે. આ ઉપરાંત તમામ અસેટ વર્ગોમાં રોકાણ કરીને સાઈકલિંગ તકોનો લાભ આપે છે. તેનો મુખ્ય ઉદ્દેશ વિવિધ રોકાણ પદ્ધતિઓ દ્વારા નાણાં વધારવાનો છે. આના દ્વારા માર્કેટની વધઘટની પણ મદદ મળે છે.

એક વર્ષમાં 24.67% વળતર

આદિત્ય બિરલાના એસેટ એલોકેટર ફંડ દ્વારા હંમેશાં સર્વશ્રેષ્ઠ વળતર આપવામાં આવ્યું છે. તેણે એક વર્ષમાં 24.67%, 3 વર્ષમાં 10.80% અને 5 વર્ષમાં 13.45% નું રિટર્ન આપ્યુ છે. તેણે કેટેગરીના સરેરાશ રિટર્નને બધા સમયમાં પાછળ છોડ્યું છે. ફંડ ઓફ ફંડ એટલે મ્યુચ્યુઅલ ફંડનો એક પ્રકાર છે જે અન્ય મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓમાં રોકાણ કરે છે. તમે એસઆઈપી દ્વારા પણ આ ફંડમાં રોકાણ કરી શકો છો.

આ વીડિયો પણ જૂઓ: પંચમહાલના શહેરામાં 1 કરોડ 85 લાખનું મસમોટું અનાજ કૌભાંડ

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો