aditya narayan and shweta agarwal marriage date confirmed
  • Home
  • Entertainment
  • Bollywood
  • આદિત્ય નારાયણની લગ્નની તારીખ થઈ નક્કી, મંદિરમાં માત્ર આટલા લોકોની હાજરીમાં પરણશે

આદિત્ય નારાયણની લગ્નની તારીખ થઈ નક્કી, મંદિરમાં માત્ર આટલા લોકોની હાજરીમાં પરણશે

 | 5:04 pm IST

પોતાની લવલાઇફને લઈ અને બેંક અકાઉન્ટ ખાલી થઇ જવાને લઈને ચર્ચામાં રહેતા આદિત્ય નારાયણ(Aditya Narayan)ની લગ્નની તારીખ હવે નક્કી થઈ ગઈ હોવાનું સામે આવી રહ્યું છે. આદિત્ય નારાયણ(Aditya Narayan) અને શ્વેતા અગ્રવાલ ઘણાં વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. હાલમાં જ આદિત્યએ તેનાં લગ્ન અંગે એક ઓફિશિયલ જાહેરાત કરી છે. તેઓએ હવે લગ્ન કરવાનું પણ નક્કી કરી નાંખ્યું છે.

હવે આદિત્યએ(Aditya Narayan) તેનાં લગ્નની તારીખ અંગે પણ મૌન તોડ્યું છે. કોરોના કાળમાં લગ્ન કેવી રીતે અને ક્યાં થશે એ સમગ્ર માહિતી આપતાં આદિત્ય નારાયણે(Aditya Narayan) જણાવ્યું કે તે તેની ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલની સાથે 1 ડિસેમ્બરનાં રોજ લગ્ન કરવાનો છે. કોરોના વાયરસ (coronavirus)ને કારણે ગણતરીનાં લોકોની હાજરીમાં જ તેઓ ફેરા ફરવાનો છે.

એક વેબ પોર્ટલ સાથે વાત કરતાં સિંગરે જણાવ્યું કે, અમે 1 ડિસેમ્બરનાં લગ્ન કરવાનાં છીએ. કોરોનાને કારણે અમે ફક્ત નજીકનાં પરિવારજનો અને મિત્રોને જ આમંત્રણ આપીશું. કારણ કે મહારાષ્ટ્રમાં 50થી વધુ મહેમાનો લગ્નમાં એક્ઠા થવાની પરવાનગી નથી. એક મંદિરમાં એક સરળ રીતે લગ્ન કરીશું. જો કે, આદિત્યે(Aditya Narayan) એક મોટું રિસેપ્શન આપવાં અંગે વિચારી રહ્યો છે. તેનું કહેવું છે કે, જ્યારે બધુ ઠીક થઇ જશે ત્યારે તે મોટું સેલિબ્રેશન કરશે.

આ વીડિયો પણ જુઓ: સુરતના પાંડેસરા વિસ્તારમાં યુવકની હત્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન