aditya narayan statement on his wedding video With neha kakkar
  • Home
  • Entertainment
  • Bollywood
  • OMG! નેહા સાથે મંડપમાં ફેરા ફરીને લગ્ન વિશે આદિત્ય આ શું બોલ્યો? ઘમાસાણ મચી ગયું!

OMG! નેહા સાથે મંડપમાં ફેરા ફરીને લગ્ન વિશે આદિત્ય આ શું બોલ્યો? ઘમાસાણ મચી ગયું!

 | 1:22 pm IST

નેહા કક્કડ અને આદિત્ય નારાયણના લગ્નનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર ભારે હલચલ મચી ગઈ છે. આ વીડિયોમાં નેહા અને આદિત્ય ફેરા ફરતાં પણ જોવા મળી રહ્યા છે. લગ્નનો આખા મંડપ પર ઈન્ડિયન આઈડલ 11નો સેટ લગાવેલો છે. શોમાં બધા સ્પર્ધક બારાતી બન્યા છે. તો આ તરફ હિમેશ રેશમિયાની પત્ની સોનિયા, આદિત્ય અને નેહા માટે સુંદર ગિફ્ટ લઈને પણ આવી છે. હવે પોતાના લગ્નને લઈને આદિત્ય નારાયણએ મૌન તોડ્યું છે.

આદિત્યએ હાલમાં જ એક વેબ પોર્ટલને ઈન્ટરવ્યૂ આપ્યું હતું. ત્યારે તેણે આ વાત પર કહ્યું કે, જો હું મારી જિંદગીનો કોઈ પણ આટલો મોટો નિર્ણય લઉં તો તેની જાહેરાત જરૂર કરું. લગ્ન એ એક ખુબ મોટો નિર્ણય છે. હું એને સંતાડીશ નહીં. સાચું તો એ છે કે આ બધું એક મજાકની રીતે કર્યું હતું અને લોકોએ એને સાચી રીતે લઈ લીધું. લોકોએ ખરેખર હકિકત જાણવી જોઈએ.

આગળ વાત કરતાં આદિત્યએ કહ્યું કે, કેટલાક દિવસોમાં સોશિયલ મીડિયા પર ઘણું બધું ચાલી રહ્યું છે. કોઈ મીડિયા પણ અમારી પાસે સાચી હકીકત જાણવા માટે નથી આવ્યું. આ બધું માત્ર એક રિયાલીટી શોની ટીઆરપી માટે કરવામાં આવી રહ્યું છે. શો મેકર્સના ઓર્ડર પર માત્ર મનોરંજન માટે આ બધું કરવામાં આવ્યું છે. આ બધું જ એક મજાક છે.

આ વીડિયો પણ જુઓ: ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદમાં 215 મિનિટ રોકાશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન