aditya roy kapoors merraige with heroin diva danav
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • આશિકીમાં બેફામ દારૂ પીનારો આદિત્ય રોય કપૂર હવે કંસાર ખાશે!

આશિકીમાં બેફામ દારૂ પીનારો આદિત્ય રોય કપૂર હવે કંસાર ખાશે!

 | 10:18 am IST

પહેલાં રણવીર સિંહ અને દીપિકા, ત્યારબાદ પ્રિયંકા અને પછી વરુણ ધવનનાં લગ્નની વાત આજકાલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહી છે ત્યારે આ લિસ્ટમાં વરુણ પછીનો નંબર આદિત્ય રોય કપૂરનો આવશે એમ લાગી રહ્યું છે. ના…ના આદિત્ય શ્રદ્ધા કપૂર સાથે સાત ફેરા નથી લેવાનો. તેમનું બ્રેકઅપ તો ઘણાં સમય પહેલાં થઇ ચૂક્યું છે, પણ આદિત્ય તેની ગર્લફ્રેન્ડ દિવા દાવન સાથે આગામી વર્ષે સાત ફેરા લેશે એવા સમાચાર મળી રહ્યા છે. આ અંગે તૈયારીઓ પણ શરૂ થઇ ચૂકી છે. કહેવાય છે કે આદિત્ય પોતાના આ સંબંધ માટે ઘણો જ સિરિયસ છે અને તે દિવા સાથે લગ્ન કરવાનું મન બનાવી ચૂક્યો છે. જોકે દિવાએ હજી સુધી લગ્ન માટે હા નથી પાડી તે હજી પોતાના સંબંધને થોડો સમય આપવા માંગે છે. પણ આદિત્ય તરફથી લગ્ન માટેની ઉતાવળ થઇ રહી છે તો બીજી તરફ વિદ્યા બાલન પણ ગર્ભવતી હોવાના સમાચાર સાંભળવા મળ્યા છે. હવે જોવું રહ્યું કે બંનેમાંથી કયા સારા સમાચાર વહેલા સાચા પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન