સંચાલકોની ઉત્તરપ્રદેશવાળી ફોર્મ્યુલા ફગાવાઈ, હવે સરકાર પોતે ફોર્મ્યુલા ઘડશે - Sandesh
  • Home
  • Ahmedabad
  • સંચાલકોની ઉત્તરપ્રદેશવાળી ફોર્મ્યુલા ફગાવાઈ, હવે સરકાર પોતે ફોર્મ્યુલા ઘડશે

સંચાલકોની ઉત્તરપ્રદેશવાળી ફોર્મ્યુલા ફગાવાઈ, હવે સરકાર પોતે ફોર્મ્યુલા ઘડશે

 | 1:25 am IST

અમદાવાદ, તા.૧૩

સરકાર, સંચાલકો અને વાલીઓ સાથે મળીને ખાનગી સ્કૂલોની  ફી ફિક્સેશનની સ્કીમ ઘડવા માટેનો સુપ્રિમ કોર્ટે નિર્દેષ કર્યો  હતો. જેમાં સંચાલકો અને વાલીઓ દ્વારા ફોર્મ્યુલા તૈયાર કરી સરકારને સુપ્રત કરવામાં આવી છે. જેમાં સંચાલકોએ પોતે ફોર્મ્યુલા ઘડવાના બદલે સીધો યુપીનો ફી નિર્ધારણ કાયદો ફોર્મ્યુલામાં મૂકી દીધો હતો. પરંતુ સરકાર દ્વારા સંચાલકોએ મુકેલી યુપીની ફોર્મ્યુલાને ફગાવી દેવામાં આવી છે. અને હવે સરકાર પોતે ફોર્મ્યુલા તૈયાર કરશે અને બાદમાં સંચાલકો પાસેથી ફરી એકવાર મત જાણવામાં આવશે તેવુ આધારભુત સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

સ્પોર્ટ્સ, કમ્પ્યુટર, સ્વીમિંગ, મ્યુઝિક, આર્ટ જેવી ઈતર  પ્રવૃત્તિઓ માટે લેવાતા ચાર્જીસ નક્કી કરવા ફી ફિક્સેશનની સ્કીમ  ઘડી કાઢવાનો સુપ્રીમ કોર્ટે નિર્દેષ કર્યો હતો. આ સ્કીમ નક્કી કરતી  વખતે સરકારે સંચાલકો અને ઓલ ગુજરાત વાલીમંડળના  પ્રતિનિધિઓ સહિત વાલીઓની સાથે પરસ્પર ચર્ચા વિચારણા  કરવાનો આદેશ કર્યો હતો.જેને લઈ સંચાલકો સાથે સરકારે બેઠક  કરી હતી જેમાં તેમને ૧૪મી મે સુધીમાં એક રિપોર્ટ તૈયાર કરી  રજૂ કરવાનું જણાવ્યુ હતુ. જ્યારે વાલી મંડળના સભ્યોને પત્ર દ્વારા  જાણ કરાઈ હતી અને ૧૦મી મેના રોજ બેઠક યોજી હતી. ત્યાર બાદ સંચાલકો અને વાલી મંડળ દ્વારા અલગ-અલગ ફોર્મ્યુલા સરકારમાં સુપ્રત કરાઈ હતી. જેમાં વાલી મંડળો દ્વારા રજૂ કરેલ ફોર્મ્યુલા અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો છે કે નહી તેની વિગતો જારી થઈ નથી. પરંતુ સંચાલકો દ્વારા રજૂ કરેલ યુપીના કાયદાની ફોર્મ્યાલાને સરકાર દ્વારા ફગાવી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જોકે હવે સરકાર પોતે ફોર્મ્યુલા ઘડશે અને એકવાર સંચાલકોનો મત જાણી જુલાઈમાં થનાર સુપ્રીમના ફાઈનલ હિયરીંગમાં રજૂ કરવામાં આવશે.

;