Admins can not be added to the Whatsapp group without your consent
  • Home
  • Technology
  • હવે ચાલશે તમારી મરજી, કેમકે Whatsapp ગ્રુપ માટે આવશે આ નવું ફીચર્સ

હવે ચાલશે તમારી મરજી, કેમકે Whatsapp ગ્રુપ માટે આવશે આ નવું ફીચર્સ

 | 10:10 am IST

આજના ફાસ્ટ યુગમાં માહિતીને એક ક્ષણમાં કરોડો લાખો લોકો સુધી પહોંચાડવું ઘણું સરળ થઇ ગયું છે. જેનો શ્રેય સોશિયલ મીડિયાને જાય છે. પણ જે રીતે સોશિયલ મીડિયાના ફાયદા છે તેમ તેના ગેરફાયદા પણ ઘણા લોકો ઉઠાવે છે. ઘણા લોકોની ફરિયાદ છે કે કેટલાક લોકોએ તેમને ઘણા વોટ્સઅપ ગ્રુપમાં એડ કરી દીધા છે.

તેમાંથી ઘણા એડમિન અને તેમની સાથે જોડાયેલા ગ્રુપ તો એવા હોય છે કે જેમને તે ઓળખતા પણ નથી. જો તમે તમારી સાથે પણ આવું થયું છે તો આ સમાચાર તમારે માટે કામના છે. જોકે ઇંસ્ટેંટ મેસેજિંગ એપ વોટ્સઅપ (Whatsapp) જલદી જ એવું ફીચર લાવવા જઇ રહ્યું છે જો તમને પણ કોઇ ગ્રુપમાં એડ કરવા માંગે છે તો તેના માટે તમારી મંજૂરી લેવી પડશે. એટલે કે તમારી મરજી વિના હવે કોઇપણ તમને ગ્રુપના મેમ્બર બનાવી શકશે નહી.

લોકો તાજેતરમાં મિત્રો અને પરિવારની વચ્ચે વાતચીત માટે ગ્રુપ સાથે જોડાય છે. તેવા લોકોએ પોતાના અનુભવ વિશે વધુ નિયંત્રણની માંગ કરી. કંપનીના પ્રાઇવેસી સેટિંગમાં એક નવા ફીચરની શરૂઆત કરી છે. તેના માધ્યમથી યૂજર્સ તે નક્કી કરી શકે છે કે તેમને કોઇ વોટ્સઅપ ગ્રુપમાં કોણ એડ કરી શકે છે. આ ફીચર માટે યૂઝરને ત્રણ ઓપ્શન આપવામાં આવ્યા છે. પહેલાં ઓપ્શન હેઠળ યૂજર્સને કોઇપણ ગ્રુપમાં એડ કરી શકે છે.

ચૂંટણીમાં પારદર્શિતા લાવવાના પ્રયત્ન હેઠળ વોટ્સઅપએ આ ફીચર લાવવાનો પ્લાન કરવામાં આવ્યો છે. કંપની દ્વારા યૂજર્સને આ ફીચર જલદી આપવામાં આવશે. આ ફીચર બાદ યૂઝરને આ અધિકાર હશે કે તેને કોઇ વોટ્સઅપમાં એડ કરી શકે છે કે નહી. ફેસબુકના ઓનરશિપવાળી સોશિયલ મીડિયા કંપની વોટ્સઅપે એમપણ કહ્યું કે વોટ્સગ્રુપ પરિવારજનો, મિત્રો, સહકર્મીઓ, સહપાઢીઓ અને અન્ય લોકોને એકસાથે એડ કરવાનું માધ્યમ બની રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન