Admit women to NDA from this year itself: Supreme Court
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • એનડીએમાં નવેમ્બરથી જ મહિલાઓને પ્રવેશ આપવા સુપ્રીમ કોર્ટનો આદેશ

એનડીએમાં નવેમ્બરથી જ મહિલાઓને પ્રવેશ આપવા સુપ્રીમ કોર્ટનો આદેશ

 | 7:35 am IST
  • Share

નેશનલ ડિફેન્સ અકાદમી (એનડીએ)માં કન્યાના પ્રવેશ મુદ્દે સુપ્રીમ કોર્ટ બુધવારે એક મહત્ત્વની ટિપ્પણી આપી હતી. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટતા કરી હતી કે આ વર્ષે નવેમ્બર મહિનામાં યોજાનારી એનડીએ પરીક્ષામાં બેસવા મહિલાઓને મંજૂરી મળવી જોઇએ. તે પ્રક્રિયાને એક વર્ષ સુધી ટાળી શકાય તેમ નથી. સુપ્રીમ કોર્ટે આમ કહીને સરકાર દ્વારા એનડીએની આ વર્ષે લેવાનારી પરીક્ષા વખતે નહીં પણ આવતા વર્ષે લેવાનારી પરીક્ષાથી મહિલા ઉમેદવારને પરીક્ષાની તક આપવા મંજૂરી આપવા થયેલી વિનંતીને ફગાવી દીધી હતી. સુપ્રીમે કહ્યું હતું કે તે નથી ઇચ્છતી કે મહિલાઓને તેમના અધિકારથી વંચિત રાખવામાં આવે. જસ્ટિસ એસ.કે.કૌલના નેતૃત્વમાં બનેલી બેન્ચે જણાવ્યું હતું કે મહિલા ઉમેદાવારોમાં એનડીએ પરીક્ષા આપવાની જોવા મળતી ઉત્સુકતાને જોતાં સરકારની રજૂઆતનો સ્વીકાર કરવો મુશ્કેલ છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે સશસ્ત્ર દળો સરહદે અને દેશમાં પણ મુશ્કેલ સ્થિતિઓનો સામનો કરી ચૂક્યા છે અને સશસ્ત્ર દળોને મળેલી આ રીતની તાલીમનો ઉપયોગ આ કામે પણ થશે તેવો કોર્ટને ભરોસો છે.  

સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમારે બેઠકો વધારવાની હોય તો તે દિશામાં આગળ વધો. જે સ્થાને મહિલાઓ માટે પ્રવેશની તક છે તે દિશામાં ઝડપથી કામ થવું જોઇએ. આ પૂરા મામલે એએસજીએ આગામી બે સપ્તાહમાં સુપ્રીમ કોર્ટમાં સોગંદનામંુ દાખલ કરવાનું રહેશે. 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો