પોક્સો એક્ટને લઈને ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચૂકાદો - Sandesh
  • Home
  • Ahmedabad
  • પોક્સો એક્ટને લઈને ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચૂકાદો

પોક્સો એક્ટને લઈને ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચૂકાદો

 | 2:59 pm IST

ગુજરાત હાઈકોર્ટે પોક્સો એક્ટ (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ)ને લઈને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. તરૂણ અવસ્થામાં સંમતિથી પણ શારીરિક સંબંધ બાંધવા પર 10 વર્ષની સજા કરવાનો નિર્ણય લીધો છે.

કાયદામાં જોગવાઈ હોવાથી કોર્ટ છૂટછાટ આપી શકે નહીં
તરુણ અવસ્થામા સંમતિથી પણ સંભોગ કરો તો કાયદો છોડશે નહીં. આ કાયદામાં 10 વર્ષની લઘુત્તમ સજાની જોગવાઈ હોવાથી કોર્ટ પણ કોઈ છૂટ આપી શકતી નથી અને કોર્ટ પાસે કોઈ અધિકાર પણ રહેતો નથી.નાની ઉંમરમાં પ્રેમ સંબંધમાં થનારા આ ગુના માટે 10 વર્ષની આકરી કેદ આજની પેઢીએ ન ભોગવવી પડે તે માટે જાગૃતિ ફેલાવવાની જવાબદારી કેન્દ્ર અને રાજ્ય સરકારોની રહેશે.