NIFTY 10,146.55 -64.30  |  SENSEX 32,389.96 +-194.39  |  USD 65.0350 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Baroda
  • મધર્સ ડે : દીકરીને દત્તક લેતી ભરૂચની માતાનો સમાજ માટે પ્રેરણારૂપ કિસ્સો

મધર્સ ડે : દીકરીને દત્તક લેતી ભરૂચની માતાનો સમાજ માટે પ્રેરણારૂપ કિસ્સો

 | 4:25 pm IST

પુરુષ પ્રધાન સમાજમાં આજે પણ દીકરીઓ પ્રત્યે દુર્લક્ષતા સેવવામાં આવે છે. આજે માતૃત્વ દિવસે ભરૂચની માતાનો સમાજ માટે પ્રેરણારૂપ કિસ્સો ઉજાગર કરવામાં આવ્યો છે. દીકરી હોવા છતાં તબીબની પત્નીએ એક દીકરી તો જોઇએ જ ની પોતાની મમતાને પરીપૂર્ણ કરવા પાલનપુરથઈ દીકરી દત્તક લઇ તેના લાલન પાલન સાથે તેને પાઇલોટ બનાવવાની મહેચ્છા વ્યક્ત કરી છે.

સમાજમાં નિઃસંતાન દંપતી સંતાન ન હોય અને સંતાન દત્તક લે તે વાત જાણીતી છે. પરંતુ દીકરો હોવા છતાં પોતાના માતૃત્વને પૂર્ણ કરવા પ્રકાશમાં આવ્યો છે. આજે ૧૪ મે એ મધર્સ ડે એ એવી જ માતાનું ઉદાહરણ સમાજને પુરુ પાડતા ૪૪ ર્વિષય ઉષાબેન શર્માનો અહેવાલ રજૂ કરી રહ્યા છે.

ભરૂચ શહેરની મધુવન સોસયટીમાં રહેતા ઉષાબેનના પતિ કિશોરભાઇ તબીબ છે. જ્યારે ઉષાબેન બ્યુટીપાર્લર ચલાવે છે. તેનો દીકરો એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરી રહ્યો છે. એક દીકરો હોવા છતાં ઉષાબેનને પુત્રી વગર માતા અને તેમનું માતૃત્વ સંપૂર્ણ નહીં હોવાની ખોટ સાલતી હતી. જે તે પૂર્ણ કરવાં વર્ષ ૨૦૧૪માં આ ખુબ જલંદરના શર્મા દંપતીએ પાલનપુરમાં એક દીકરી તનીષાને દત્તક લઇ પોતાના ઘરે દીકરીનાં વધામણા કર્યાં હતા. હાલ ૩ વર્ષની તનીષા દત્તક લીધેલી માતા પીતા અને ભાઇ સાથે સમગ્ર શર્મા પરિવારની લાડકવાયી છે તેની પરવરીશ અને લાલન પાલનમાં માતા ઉષાબેન હોઇ કચાશ નહીં રાખતા ભણવામાં તેમજ અન્ય ઇત્તર પ્રવૃત્તિમાં સૌથી તેજસ્વી એવી તનીષા ધમાલ મસ્તીમાં પણ અવલ્લ છે.

ઉષાબેનને પોતાની આ દીકરીને પાયલોટ બનાવવાની મહેચ્છા છે તેઓ સમાજને જણાવવા માગે છે કે માતૃ વિશે એક દીકરી વગર ક્યારે પણ પૂર્ણ થઇ શકે નહીં. સંતાનમાં દીકરી વગરનું પરિવાર ક્યારે પણ સંપૂર્ણ બની શક્તુ નથી. દીકરીના આગમન બાદ જ મારી માતા અને માતૃત્વની ઇચ્છા પરિપૂર્ણ થઇ છે.