Adult film star Johnny Sins answered Pakistani ambassador
  • Home
  • World
  • એડલ્ટ ફિલ્મના સ્ટારે પાકિસ્તાનનાં રાજદૂતની કાઢી નાંખી હવા, આપ્યો આવો જવાબ

એડલ્ટ ફિલ્મના સ્ટારે પાકિસ્તાનનાં રાજદૂતની કાઢી નાંખી હવા, આપ્યો આવો જવાબ

 | 4:31 pm IST

કાશ્મીર મુદ્દે દુનિયાભરમાં પોતાની આબરૂના ઘજાગરા કરાવ્યા બાદ પાકિસ્તાન હવે શરમ-હયા પણ ગુમાવી ચૂક્યુ છે. ભારતમાં પાકના રાજદૂત અબ્દુલ બાસિતએ પોર્ન સ્ટાર જોની સિન્સની તસવીરને રિટ્વીટ કરીને તેને કાશ્મીરમાં પેનેગ ગનનો શિકાર ગણાવ્યો. જેના પર જવાબ આપતા જોનીએ કહ્યું કે મારી આંખો ઠીક છે.

જોની સિન્સએ પૂર્વ પાકિસ્તાની એમ્બેસેડરને પોતાન ટ્વીટર ફોલોઅર્સ વધારવા માટે ધન્યવાદ પણ કહ્યું, સાથે જ બાસિતની મજાક ઉડાવતા સિન્સએ લખ્યુ મારી આંખો ઠીક છે.

ભારતમાં પાકિસ્તાનના રાજદૂત રહી ચૂકેલા અબ્દુલ બાસિતે બેશરમીની હદ પાર કરી દીધી હકી. પોર્ન સ્ટાર જોની સિન્સની એક તસવીરને રીટ્વીટ કરીને તેને કાશ્મીરમાં પેલેટ ગનનો શિકાર ગણાવ્યો. એટલું જ નહીં જ્યારે તેમની બેશરમી પર લોકોની નજર પડી તો તેમણે તરત પોતાની ટ્વીટ ડિલીટ કરી દીધી હતી.

આ ટ્વીટમાં લખ્યું હતું કે અનંતનાગનો યુસુફ, પેલેટના લીધે પોતાની આંખની રોશની ગુમાવી બેઠો છે. કૃપ્યા અવાજ ઉઠાવો. જ્યારે આ ફોટો તો પોર્ન સ્ટાર જૉની સીન્સનો હતો.

પાકિસ્તાનની જ એક પત્રકારે જ તેમની આ કરતૂત ઉજાગર કરી

તેમની આ કરતૂતને પાકિસ્તાનની જ એક પત્રકારે ઉજાગર કરી. તેમણે લખ્યું. ભારતમાં પાકિસ્તાનના પૂર્વ હાઇકમિશ્નર અબ્દુલ બાસિત, જૉની સીન્સને કાશ્મીરી ગણાવી રહ્યા છે, જે પેલેટ ગનના લીધે પોતાની આંખો ગુમાવી બેઠા.

સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહ્યા છે બાસિત

અબ્દુલ બાસિત આ ભૂલના લીધે સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ થઇ રહ્યા છે. જો કે બાસિતે થોડીક વારમાં જ ટ્વીટ ડિલીટ કરી દીધી, પરંતુ ત્યાં સુધીમાં તો લોકોએ પ્રિન્ટ સ્ક્રીન લઇને બાસિતની ખૂબ મજાક ઉડાવી. અગાઉ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પણ કાશ્મીર પર નકલી ટ્વીટ કરતા ટ્વિટરે ચેતવણી આપી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન